Gold and silver ના ભાવમાં ફરી મોટો ઘટાડો

Share:

Mumbai,તા.૨

ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  ખુલ્યાની ૧૫ મિનિટની અંદર સોનાના ભાવમાં ૯૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૧૨૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે ડૉલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડિસેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું બજાર ખુલ્યાની ૧૫ મિનિટમાં જ ૯૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. અહેવાલો અનુસાર, ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત ૭૬,૨૦૧ રૂપિયા પ્રતિ દસ ગ્રામના દિવસના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે શુક્રવારે (૨૯મી નવેમ્બર) સોનાની કિંમત ૭૭,૧૨૮ રૂપિયા  હતી.

બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કિંમત ૧૦ મિનિટની અંદર ૧૧૭૫ રૂપિયા ઘટીને ૯૦,૦૩૪ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ચાંદીની કિંમત ૯૧,૨૦૯ રૂપિયા હતી. જ્યારે આજે તે રૂ.૯૦,૫૫૫ પર બંધ રહ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *