Vegetable ના ભાવમાં વધારો ઝીંકાયો,ઉંધિયાનો ચટાકો મોંઘો પડશે

Share:

Gandhinagar,તા.૨

શિયાળામાં આ વખતે સ્વાદપ્રેમીઓને ઉંધીયાનો ચટાકો મોંઘો પડી શકે છે. વાત એમ છે કે, કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા ૧૦ થી રૂપિયા ૨૦નો વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે.

શાકભાજીના ભાવને કારણે મઘ્યમ વર્ગ પરેશાન છે. અમદાવાદમાં વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. ટામેટા અને ડુંગળી ૮૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચા સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધારે છે.  મઘ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે.

પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે.જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે.  સૂકા લસણની કિંમત ઓનલાઇન હાલ રૂપિયા ૬૦૦ની આસપાસ પહોંચી છે.

અમદાવાદમાં શાકભાજીની કિંમત

શાકભાજી            કિંમત (પ્રતિ કિલો)

બટાકા    રૂ. ૫૫-રૂ. ૬૫

ડુંગળી     રૂ. ૬૨-રૂ. ૭૦

ફ્લાવર    રૂ. ૭૦-રૂ. ૮૦

કોબી      રૂ. ૪૦-રૂ. ૪૫

ટામેટાં    રૂ. ૫૬-રૂ. ૬૫

આદુ      રૂ. ૮૦-રૂ. ૯૦

ભીંડા      રૂ. ૯૦-રૂ. ૧૦૦

રીંગણા    રૂ. ૧૨૦-રૂ. ૧૩૦

રતાળુ     રૂ. ૮૦-રૂ. ૯૦

લસણ     રૂ. ૫૫૦-રૂ. ૬૦૦

સુરણ      રૂ. ૧૩૦

Leave a comment

Your email address will not be published. Required fields are marked *