Prachi તીર્થમાં પિતૃ માસ ની અમાસ નિમિતે ભારે માત્રામાં યાત્રિકા નો ઘસારો દિવસે જોવા મળ્ય

Share:

Prachi,તા.02

યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી કિનારે બિરાજમાન માધવરાયજી  નું પ્રાચીન મંદિર છે તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ છે તેમજ પ્રાચીન અલગ અલગ છ શિવ મંદિરો આવેલા છે

 મળતી માહિતી મુજબ પ્રાચી તીર્થ પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રીઓ પ્રાચી તીર્થ માં આવી પિતૃ ઓ ના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ  મા સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી વિધિ વત પૂજા અર્ચના કરી યથા શક્તિ દાન દક્ષિણા આપી માધવરાયજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે પ્રાચી તીર્થ માં પિતૃ માસ માં યાત્રી ઓ મોટી સંખ્યા માં જોવા મળે છે જેમાં કારતક માસ, ચૈત્ર માસ અને ભાદરવા માસમાં પિતૃ તર્પણ માટે અનેરું મહત્વ હોવા થી  દૂર દૂર થી લોકો આવી અહીંયા પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા વિધિ વત પિતૃ કાર્ય કરાવે છેજેમાં  હાલ ચાલી રહેલ કારતક માસના અંતિમ દિવસે એટલે કે અમાસ ના દિવસે પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી રેડવા નું મહત્વ વધારે હોવાથી પ્રાચી તીર્થમાં આવેલ મોક્ષ પીપળે ભારે માત્ર માં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *