Ananya Panday ની પિતાને સલાહ : મને ફિલ્મો વિશે ગાઈડ કરવાનું બંધ કરો

Share:

ચંકી ઈન્સ્ટા પર ગમે તે લાઈક કર્યા કરતો હોવાથી તેને  ઈન્સ્ટા એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાની સલાહ

Mumbai, તા.૨

અનન્યા પાંડેએ તેના પિતા ચંકી પાંડેને પોતાને ફિલ્મો વિશે ગાઈડ નહિ કરવા જણાવ્યું છે. ચંકીની સલાહથી જ અનન્યાએ ‘લાઈગર’ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મ ફલોપ થઈ ગઈ હતી. તે પછી અનન્યાએ ચંકીને કહી દીધું છે કે હવે પછી તમારે મને કઈ ફિલ્મ કરવી અને કઈ નહિ તે કહેવાનું નથી. અનન્યાના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ફલોપ થયા પછી તે ભારે ટ્રોલ થઈ હતી. ઈન્સ્ટા પર પણ અનેક ટિપ્પણીઓ થઈ હતી. વિજય દેવરકોંડાની એકશન થ્રિલર ‘લાઇગર’થી લોકોને બહુ અપેક્ષા હતી પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર નિરાશાજનક રહી હતી. દર્શકો અને આલચોકો બન્નેએ આ ફિલ્મને વખોડી કાઢી હતી.અનન્યાએ પિતાને તેમનું ઈન્સ્ટા એકાઉન્ટ જ ડિલીટ કરી દેવા સલાહ આપી હતી. તેણે પિતાને કહ્યુ ંહતું કે તમે ગમે તે પોસ્ટ લાઈક કર્યા કરો છે અને પછી તેનાં અનેક અર્થઘટન થાય છે અને હું ટ્રોલિંગનો શિકાર બનું છે. એક શોમાં અનન્યા અને ચંકી સાથે આવ્યાં હતાં. ત્યારે અનન્યાએ નિખાલસ થઈને પિતાને આ સલાહ આપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *