Manipur,તા.૩૦
હિંસાગ્રસ્ત મણિપુરમાં અનેક પોલીસ સ્ટેશનો અને ધારાસભ્યોના રહેઠાણોમાં આગચંપીનાં બનાવો નોંધાયા છે. આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે એક નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના પટસોઇ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિઆમ મામંગ લેઇકાઇના રહેવાસી ચોંગથમ થોઇચા (૨૦), ૧૬ નવેમ્બરના રોજ ધારાસભ્યોની સંપત્તિને આગ લગાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ૨૭ નવેમ્બરે કાકચિંગ પોલીસ સ્ટેશન અને સૈનિકો પર થયેલા હુમલાના સંબંધમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેઇટી સમુદાયની છ મહિલાઓ અને બાળકોની હત્યાના આરોપમાં ૧૬ નવેમ્બરના રોજ ધરપકડ કરાયેલા ચાર લોકોની મુક્તિની માંગ કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.” નદીમાંથી મળી આવ્યો હતો, ગુસ્સે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલ ખીણમાં અનેક ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી હતી. ૧૧ નવેમ્બરના રોજ જીરીબામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ કુકી આતંકવાદીઓ દ્વારા લોકોનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. “દસ કુકી આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા હતા.”
આ સિવાય મણિપુરમાં બે પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની શસ્ત્રો રાખવા અને છેડતીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે ગુરુવારે કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (પીપલ્સ વોર ગ્રુપ) સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના રહેવાસી ચોંગથમ શ્યામચંદ્ર સિંહ (૨૩), અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના રહેવાસી મૈબામ સૂરજ ખાન (૩૨) અને બોગીમાયુમ સાહિદ ખાન (૩૦) તરીકે કરવામાં આવી છે. અન્ય એક ઘટનામાં, પ્રતિબંધિત યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (નિંગોન માચા જૂથ) સાથે જોડાયેલા એક આતંકવાદીની ગુરુવારે ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ સંગોમશુમ્ફામ વારિશ (૨૫) તરીકે થઈ છે, જે થોબલ જિલ્લાના લિલોંગ હાઓરુનો રહેવાસી છે.