MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

Share:

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.969 અને ચાંદીના વાયદામાં રૂ.1,923નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.61ની નરમાઈ

કોટનખાંડી વાયદો રૂ.540 ગબડ્યોઃ કપાસિયા વોશ તેલ, મેન્થા તેલ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,72,053 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1135151.42 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.36 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 28 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 98,81,605 સોદાઓમાં કુલ રૂ.13,07,240.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,72,053.07 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1135151.42 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,40,509 સોદાઓમાં રૂ.1,16,775.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.77,120ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,685 અને નીચામાં રૂ.74,852ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.969 ઘટી રૂ.75,724ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.114 ઘટી રૂ.61,736 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.7,684ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.928 ઘટી રૂ.75,761ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.90,368ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.91,213 અને નીચામાં રૂ.86,833ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,923 ઘટી રૂ.88,002ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,523 ઘટી રૂ.88,127 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.668 ઘટી રૂ.88,995 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,28,041 સોદાઓમાં રૂ.16,055.04 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.824.45ના ભાવે ખૂલી, રૂ.4.50 ઘટી રૂ.819.95 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.10 વધી રૂ.248.50 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.85 ઘટી રૂ.178ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.20 વધી રૂ.286ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.8.25 વધી રૂ.253.55 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.85 ઘટી રૂ.177 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.8.95 વધી રૂ.289.55 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,95,217 સોદાઓમાં રૂ.39,159.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,955ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,035 અને નીચામાં રૂ.5,755ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.61 ઘટી રૂ.5,844 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.58 ઘટી રૂ.5,848 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.299ના ભાવે ખૂલી, રૂ.14 ઘટી રૂ.278.30 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 14 ઘટી 278.3 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.62.88 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.53,720ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,900 અને નીચામાં રૂ.53,600ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.540 ઘટી રૂ.53,820ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.80 ઘટી રૂ.909 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.61,765.87 કરોડનાં 80,799.614 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.55,009.59 કરોડનાં 6,105.934 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,903.04 કરોડનાં 1,51,23,190 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.30,256.65 કરોડનાં 1,06,08,57,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,257.64 કરોડનાં 92,415 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.359.57 કરોડનાં 19,998 ટન તાંબાના વાયદાઓમાં રૂ.8,162.61 કરોડનાં 1,00,820 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.5,275.22 કરોડનાં 1,86,411 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.22.40 કરોડનાં 16,272 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.39.17 કરોડનાં 426.6 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,169.852 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,333.899 ટન, તાંબાના વાયદાઓમાં 23,552.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 19,418 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,863 ટન તથા જસત અને જસત-મિનીમાં 15,896 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 13,23,000 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,04,68,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 15,264 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 261.36 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.35.56 કરોડનાં 378 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 44 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18,986 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,216 અને નીચામાં 18,541 બોલાઈ, 675 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 296 પોઈન્ટ ઘટી 18,692 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11,35,151.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,26,525.72 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,38,968.57 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,88,199.66 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73,529.27 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *