Rajkot,તા.29
પાલીતાણામાં શ્રી ગુણોદયપુરમ ગુરુસ્મૃતિ તીર્થના આંગણે સંઘમાતા જયાબેન વિશનજી મારુ વિવિધલક્ષી અચલગચ્છ જૈન સંકુલના આંગણે ગુરુ ગુણના વરદ હસ્તે માત્ર સાડા સાત વર્ષની ઉંમરે દીક્ષિત થનારા પૂ. ગણિવર્ય શ્રી રાજરત્નસાગરજી મ.ના સંયમજીવનના 50 વર્ષમાં મંગલ પ્રવેશના ઉપલક્ષે આગામી તા.10થી12 ડિસે. ત્રિદિવસીય મહોત્સવ સાથે મૌન એકાદશી, સમુહ પૌષધ વ્રતની આરાધના કરવામાં આવનાર છે.ઉપરોક્ત મહોત્સવનો દિવ્ય લાભ કંકુબેન કાનજી વેલા ગડા પરિવારે લીધો છે.
Rajkot પાલીતાણામાં તા.10થી12 ડિસે. ત્રિદિવસીય મહોત્સવનું આયોજન
