ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ સુરક્ષિત નથી : Russian President Vladimir Putin ની ચેતવણી

Share:

Russian,તા.29

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સીએનએન અનુસાર, પુતિને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ટ્રમ્પે એક મોટી પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેઓ હજુ પણ સુરક્ષિત નથી.

પુતિને કહ્યું- ટ્રમ્પને રોકવા માટે ઘણી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે વખત જીવલેણ હુમલા પણ થયા હતા. તેઓએ હજુ પણ સાવધ રહેવું પડશે. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે. ઘણા મોટા નેતાઓની હત્યા કરવામાં આવી હતી.

આશા છે કે ટ્રમ્પ આ સમજી ગયા હશે.ઉલ્લેખનીય છે કે જુલાઈમાં જ્યારે ટ્રમ્પ પેન્સિલવેનિયામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આમાં તેને થોડી ઈજા થઈ હતી. આ પછી, સપ્ટેમ્બરમાં ફ્લોરિડાના ગોલ્ફ કોર્સમાં એક વ્યક્તિએ તેને મારવાનો 

પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો.પુતિને એમ પણ કહ્યું કે ટ્રમ્પના પરિવાર અને તેમના બાળકો વિરુદ્ધ ઘણી બધી વાતો કહેવામાં આવી હતી. રશિયામાં આવું થતું નથી. અહીં ખરાબ લોકો પણ પરિવાર સાથે છેડછાડ કરતા નથી. પુતિન કઝાકિસ્તાનમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પુતિન અહીં એક સંરક્ષણ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે.

અમેરિકા દ્વારા યુક્રેનને રશિયામાં લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પર પુતિને કહ્યું- ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. “બિડેન વહીવટીતંત્ર ઇરાદાપૂર્વક ટ્રમ્પ માટે વસ્તુઓને મુશ્કેલ બનાવી રહ્યું છે. જો કે, ટ્રમ્પ એક ’સ્માર્ટ રાજકારણી’ છે.

જે યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈક ઉકેલ શોધી કાઢશે. અમે ટ્રમ્પ સાથે વાત કરવા પણ તૈયાર છીએ.”પૂછવામાં આવ્યું કે શું બિડેનના નિર્ણયથી રશિયા-યુએસ સંબંધો પર અસર થશે.

પુતિને કહ્યું કે તેમને આશા છે કે ટ્રમ્પના આગમન પછી વસ્તુઓ સુધરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે યુક્રેન યુદ્ધને 24 કલાકમાં ખતમ કરવાનો ઘણી વખત દાવો કર્યો હતો. જો કે તેઓ કેવી રીતે સમાપ્ત થશે તે જણાવવામાં આવ્યું નથી.

પુતિને યુક્રેન પર વધુ ’ઓરેશ્ર્નિક’ મિસાઈલોથી હુમલો કરવાની ધમકી આપી છે. રશિયાએ 21 નવેમ્બરના રોજ ઓરેશ્નિક સાથે યુક્રેનિયન શહેર ડીનીપ્રો પર પ્રથમ હુમલો કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *