Cranbrook,તા.29
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે હાલ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે હવે બીજો ટેસ્ટ એડીલેડ ઓવલમાં છઠ્ઠી ડિસેમ્બર થી રમાશે. ત્યારે આજે સવારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની રાજધાની ક્રેનબેરા ખાતે પહોંચી હતી જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબાનીઝીને પ્રધાનમંત્રી આવાસ ખાતે મળ્યા હતા.
વડાપ્રધાને તમામ ટીમ સભ્યોને આવકાર્યા હતા અને કેપ્ટન રોહિત શર્માએ તમામ ખેલાડીઓ અને સપોર્ટ ટીમના સભ્યોની ઓળખ આપી. ત્યારે વડાપ્રધાને કેપ્ટન રોહિત શર્મા, મેનેજર જયદેવ શાહ (પ્રમુખ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.) અને વિરાટ કોહલી સાથે વાતચીત કરી હતી.
આ સાથે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને ટીમ પ્લેયર સાથે સેલ્ફી પણ લીધી હતી. આગામી 30 નવેમ્બર થી બે દિવસ માટે વડાપ્રધાન ઇલેવન મેચ રમાશે જેના માટે શુભેચ્છા પાઠવી હતી.