New Delhi,તા.28
મહારાષ્ટ્રમાં ભાજપ નેતૃત્વના મોરચા મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રીના મુદે સર્જાયેલી સ્થિતિનો જવાબ આજે સાંજ સુધીમાં મળી જાય તેવા સંકેત છે. છેલ્લા પાંચ દિવસના મુંબઈમાં રાજકીય દ્રશ્યો બાદ આજે હવે મહાયુતીના ત્રણેય અગ્રણીઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા બીજા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દિલ્હી પહોંચ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ત્રણેય નેતાઓ સાથે બેઠક યોજીને મોવડીમંડળના અંતિમ નિર્ણયની જાણ કરશે. મહાયુતીના વિજય બાદ મુખ્યમંત્રી પદ પર દાવો કરી રહેલા વર્તમાન સી.એમ. શ્રી એકનાથ શિંદેએ ગઈકાલે જ તેમના મતક્ષેત્ર થાણેમાં એક પત્રકાર પરિષદ યોજીને તેઓ મુખ્યમંત્રીપદની ‘રેસ’માં નહી હોવાનું તથા જે નિર્ણય લેવાશે તેને સ્વીકારશે તેવી જાહેરાત કરીને ભાજપ નેતૃત્વનું કામ સરળ બનાવી દીધુ હતું.
તેઓએ મારા મનમાં મુખ્યમંત્રી બનવાની કોઈ લાલસા નથી તેવું જણાવીને તેઓએ જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અડગ ઉભા હોવાનું જણાવ્યું હતું. તેઓએ મોદી-શાહ સાથે વાત કરી હોવાનો દાવો કર્યો હતો. હવે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ નવી સરકારની રચનામાં સક્રીય બની ગયા છે.
તેઓએ ગઈકાલે રાત્રીના પક્ષના મહામંત્રી શ્રી વિનોદ તાવડે સાથે બેઠક યોજી હતી અને તેમાં સંભવિત મંત્રીમંડળ અંગે પણ વચ્ચે થઈ હતી. ખાસ કરીને મરાઠા-મતોની ચિંતા છે અને એકનાથ શિંદેને જો મુખ્યમંત્રી બનાવાય નહી.
તો મરાઠા મતો પર કેવી અસર થાય તે પ્રશ્ન હાલમાં જ મુંબઈ મહાપાલિકા અને મહારાષ્ટ્રની અન્ય મોટી મહાપાલિકાઓની ચૂંટણી આવી રહી છે અને જે રીતે થાણે- મુંબઈમાં શિવસેનાનો પ્રભાવ છે તેથી ભાજપ નવો સાવચેતીથી આગળ વધે છે અને દેવેન્દ્ર ફડનવીસ માટે સંમતી બની હોવાના સંકેત છે.