New Delhi,તા.28
સરકારે તમામ સરકારી બેંક કર્મચારીઓ માટે ટ્રાન્સફર પોલિસી બદલાવવા સુચવ્યું છે. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડા વગેરેને તેમના કર્મચારીની ટ્રાન્સફર પોલિસીમાં કેટલાક ફેરફાર કરવા ભલામણ કરી છે. નાણા મંત્રાલયે એમ પણ કહ્યું કે આ નિયમો બોર્ડની મંજૂરી લીધા બાદ નાણાકીય વર્ષ 2026ની શરૂઆતથી લાગુ કરવામાં આવે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીઝે તમામ પબ્લીક સેકટરની બેંકોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ટ્રાન્સફર પોલિસીની સમીક્ષા કરવામાં આવી છે. એનાથી પારદર્શિતાને પ્રોત્સાહન મળશે. ત્યાર બાદ એક સમાન પોલિસી તૈયાર કરવામાં મદદ મળશે.
કેટલાક સૂચવેલા બદલાવમાં બેંકોને ટ્રાન્સફર પ્રોસેસને ઓટોમેટ કરવા અને તેના માટે ઓનલાઈન પ્રક્રિયા તૈયાર કરવાની સાથે પોતાના કર્મચારીઓને લોકેશન પ્રીફરન્સ ઓપ્શન આપવાની સુવિધા પણ સામેલ છે.
આ પત્રમાં જણાવાયું છે કે શકય હોય ત્યાં સુધી મહિલા કર્મચારીઓને નજીકના સ્થળો, સ્ટેશનો, ક્ષેત્રમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ સિવાય ટ્રાન્સફર પોલિસીના ભંગની ફરિયાદો મળવા પર તેનું નિરાકરણ લાવવામાં આવે.
બેંકો હવે તેમની ટ્રાન્સફર પોલિસીને વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેનાથી કર્મચારીઓ જાણી શકશે કે તેમનું ટ્રાન્સફર કેમ અને કેવી રીતે થશે. આ સિવાય ઘણી બેંકો ટ્રાન્સફર પ્રક્રિયા ઓટોમેશન મોડમાં કરી રહી છે.
બેંકો તરફથી કર્મચારીઓને ટ્રાન્સફર પોલિસીના સ્તળ વિશે પોતાની પસંદ આપવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. બેંકોમાં કામ કરતી મહિલા કર્મચારીઓને નજીકના સ્ટેનો પર ટ્રાન્સફર કરવાનો પ્રયાસ રહે છે.