Wi-Fi ના કિરણો પ્રકાશથી આપણી ઉંઘમાં પડે છે ખલેલ,હૃદય,પાંચન,માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે

Share:

Australia તા.28
વાઈ-ફાઈ અને તેની સાથે જોડાયેલા ઉપકરણોમાંથી નીકળતા કિરણો લોકોની નીંદરને ખરાબ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની આરએમઆઈટી યુનિવર્સિટીને વૈજ્ઞાનિકોએ 7 દિવસ સુધી બે હજાર લોકો પર સંશોધન કર્યા બાદ દાવો કર્યો છે.

મુખ્ય સંશોધક ડટ નિકોલ બિજલસ્માનું કહેવું છે કે, વાઈ-ફાઈ અને તેની સાથે જોડાયેલી ડિવાઈસથી નીકળતા વિકીરણ અને પ્રકાશ વ્યક્તિની 45થી90 મિનીટની ઉંઘ ખરાબ કરે છે.

અન્ય અંગોને પણ નુકસાન
લાંબા સમય સુધી આવા અંગોના સંપર્કમાં રહેવાથી હૃદય, પાચન અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પણ જોવા મળી છે. આંખ સુકાઈ જવાની પણ સમસ્યા પેદા થાય છે.

સંશોધકો આ મામલે બાળકોને લઈને વધુ ચિંતીત છે. કારણ કે બાળકોની નીંદર ખરાબ થવાથી તેમના ભણતર પર અસર થાય છે. અનિદ્રા બાળકોનું બાળપણ અને યુવાની બન્નેને ખરાબ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *