Yogi government સંપૂર્ણ એક્શનમાં આવી! પોસ્ટર લગાવવામાં આવશે અને વસૂલાત પણ થશે

Share:

Lucknow,તા.૨૭

ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટના આદેશ પર જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસ પ્રશાસન સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ કેસમાં ૨૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ૩ સગીર પણ છે. અન્ય ૭૪ તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે જેઓ ફરાર છે. તેમની શોધખોળ ચાલુ છે. દરમિયાન, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સંભલમાં મુશ્કેલી સર્જનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. યોગી સરકાર સંભલના પથ્થરબાજો અને બદમાશો સામે કેવી કાર્યવાહી કરશે તેની માહિતી સામે આવી છે.

યોગી સરકાર સંભલના પથ્થરબાજો અને બદમાશો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ પથ્થરબાજો અને બદમાશોના પોસ્ટર જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. તેમની પાસેથી નુકસાન પણ વસૂલ કરવામાં આવશે. આ સાથે તેમના પર ઈનામ પણ જારી કરી શકાય છે. યુપી સરકારે પહેલાથી જ નુકસાનની વસૂલાત માટે એક વટહુકમ બહાર પાડ્યો છે અને બદમાશો અને ગુનેગારો સામે પોસ્ટર લગાવ્યા છે.

સંભલની વર્તમાન સ્થિતિ પર એસપી કૃષ્ણ કુમારે કહ્યું છે કે રવિવારે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે હજુ પણ ચાલુ છે. આ સિવાય સ્થિતિ સામાન્ય છે અને બાકી બધુ પૂર્વવત થઈ ગયું છે. એસપીએ કહ્યું છે કે પોલીસે ઘટનામાં સામેલ લોકોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. ૧૦૦ થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં પોલીસ કસ્ટડીમાં આવશે. એસપીએ એ પણ માહિતી આપી કે સંભલના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કને મ્દ્ગજીની કલમ ૧૬૮ હેઠળ ૨૩ નવેમ્બરે નોટિસ જારી કરવામાં આવી છે.

સંભલ પોલીસ અને જિલ્લા પ્રશાસને સંભલમાં હિંસા અંગે ઉત્તર પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં સંભલ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે સરકારને સંપૂર્ણ વિગતો આપી છે કે સર્વે ટીમ ક્યારે આવી અને તે પછી ક્યાંથી અને કયા સમયે હિંસા શરૂ થઈ. સંભલ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિંસા સમયે કેટલા લોકો ઘટનાસ્થળે હાજર હતા અને કેવી રીતે પથ્થરમારાની સાથે હિંસા શરૂ થઈ. આ સિવાય જિલ્લા પોલીસ અને પ્રશાસને પણ અહેવાલમાં હિંસક ટોળા સામે પોલીસ કાર્યવાહી અંગે યુપી સરકારને જાણ કરી છે. એટલું જ નહીં સંભલ પોલીસ અને પ્રશાસને રાજ્ય સરકારને આગળની કાર્યવાહી, પોલીસ તપાસ અને પોલીસ કાર્યવાહીની રૂપરેખા વિશે માહિતી આપી છે. યુપી સરકારને મોકલવામાં આવેલા આ રિપોર્ટમાં સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયન અને એસપી કૃષ્ણા બિશ્નોઈના હસ્તાક્ષર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *