શિયાળામાં પણ skinને glowing and smooth રાખવા માટે ચોક્કસ ટિપ્સ અપનાવવી જરૂરી

Share:

શિયાળામાં ઠંડી હવાને કારણે ત્વચામાંથી નમી શોષાઇ જતી હોય છે, પરિણામે ત્વચા રૂક્ષ થઇ જાય છે. શિયાળામાં પણ ત્વચાને ચમકીલી અને મુલાયમ રાખવા માટે રોજિંદા જીવનમાં ચોક્કસ ટિપ્સ અપનાવવી જરૂરી છે. 

ગુલાબજળ

ગુલાબજળ સરળતાથી મળી જતુ ંહોય છે. શિયાળામાં તેનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક છે. ગુલાબજળ નિયમિત રીતે ત્વચા પર લગાડવાથી ત્વચાને  હાઇડ્રેટ અને નરમ રાખે છે. 

કોપરેલ

શિયાળામાં કોપરેલ ત્વચાની નમી જાળવી રાખવામાં સહાયક છે. રાતના સૂતા પહેલા કોપરેલથી નિયમિત મસાજ કરવાથી ત્વચા મુલાયમ રહે છે. પગની એડીની ત્વચા પણ શિયાળામાં ફાટી જતી હોય છે તેના પર પણ કોપરેલ લગાડવાથી રાહત થાય છે. 

મધ

મધ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે. તેમાં એન્ટી-બેકટેરિયલ ગુણો સમાયેલા છે. મધ ચહેરા પર ૧૦-૧૫ મિનીટ લગાડીને ચહેરો ધોઇ નાખવો. ત્વચા કોમળ અને ચમકદાર બને છે. મધ ચહેરા પર નિયમિત લગાડી શકાય છે. પગની એડીની ત્વચા ફાટી ગઇ હોય અને ચીરા પડી ગયા હોય તો મધ લગાડવાથી રાહત થાય છે. 

મલાઇ

શિયાળામાં ચહેરા પર નમી પ્રદાન કરવી જરૂરી બની જાય છે. મલાઇમાં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનો ગુણ સમાયેલો છે. મલાઇને હળદર સાથે ભેળવીને ફેસપેકની માફક લગાડવાથી ત્વચા મુલાયમ અને ચમકીલી થાય છે. 

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં ત્વચાને ઠંડક અને નમી દેનારા ગુણ સમાયેલા છે. ચહેરા પર લગાડવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે અને રૂક્ષ થતી નથી. 

ગ્લિસરીન

ગ્લિસરીન ત્વચાની નમી જાળવી રાખવા માટે ફાયદાકારક છે. તેને ગુલાબજળ સાથે ભેળવીને લગાડી શકાય છે. તે ત્વચાને હાઇડ્રેટ અને મુલાયમ બનાવે છે. 

લિપ બામ

શિયાળામાં હોઠની ત્વચા પરચીરા પડવા સામાન્ય છે. તેથી હોઠ પર લિપ બામ લગાડવાથી હોઠને નમી પ્રદાન થાય છે. જે લિપ બામમાં મીણ, કોકોઆ તેમજ માખણ જેવા પદાર્થો સમાયેલા હોય તે લિપ બામ વધુ ફાયદાકારક હોય છે. 

દૂધ અને બદામ

શિયાળામાં ત્વચા પરની ઝાંય દૂર કરવા માટે દૂધ અને બદામનો ઉપયોગ કરવો મહત્વનું બની જાય છે. દૂધ ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથેસાથે ત્વચા પરના ડાઘ-ધાબા ઓછા કરવામાં મદદ કરે છે. દૂધ ત્વચાને બ્લીચ કરવામાં સહાયક હોવાથી ચહેરા પરના ડાઘ-ધાબા માટે સરળ ઉપાય છે. તો વળી બદામનું તેલ કુદરતી રીતે જ એણોલિએન્ટ હોય છે જે ત્વચાની નમીને જાળવી રાખે છે. 

પેટ્રોલિયમ જેલી

પેટ્રોલિયમ જેલી એ મિનરલ ઓઇલ અને મીણનું મિશ્રણ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થઇ છે. તે ત્વચા માટે મોઇશ્ચરાઇઝરનુ ંકામ કરે છે. પગની એડીની તેમજ હોઠની ત્વચા ફાટી ગઇ હોય કે પછી તેમાં ચીરા પડી ગયા હોય તો પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો વેસલિનનો ઉપયોગ કરતા હોય છે તે પણએક  પેટ્રોલિયમ જેલીજ છે. 

કેળાનો ફેસપેક

કેળામાં પર્યાપ્ત માત્રામાં મોઇશ્ચરાઇઝર સમાયેલુ ંહોય છે. આ ઉપરાંત કેળા એન્ટી ઓક્સિડેન્ટ પણ હોય છે, જે ત્વચાને મુલાયમ રાખવામાં મદદ કરે છે. ખીલ પર પણ કેળાનો ફેસપેક રાહત આપે ે છે. 

ચહેરાપર ખીલ થયા હોય તો છુંદેલું કેળું, લીમડો અને પપૈયાનો ગર ભેળવીને લગાડી શકાય છે. 

કેળા અને મધનો પેક પણ શિયાળામાં ત્વચા માટે ફાયદાકારક છે. 

અડધા કેળાને છુંદી તેમાં એક ચમચો મધ ભેળવી ચહેરા પર ૩૦ મિનીટ સુધી લગાડી રાખીને ચહેરો ધોઇ નાખવો. 

કાચું દૂધ અને મધ

કાચા દૂધમાં લેકટિક એસિડ અને એલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે. જે બ્યૂટી પ્રોડક્ટસ બનાવાવ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. શિયાળામાં રુક્ષ ત્વચા પર આ એક ઉત્તમ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. મધ ત્વચાને લાંબા સમય સુદી નમી પ્રદાન કરે છે. તે ચહેરા પરની મૃત કોશિકાઓને દૂર કરવામાં મદદ કરે છે. 

એક ચમચો મધ અને બે ચમચા કાચુ દૂધ લઇભેળવી મુલાયમ પેસ્ટ બનાવીને રૂની મદદથી ચહેરા પર ગોળાકાર રીતે  લગાડી ૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખીને મોઇશ્ચરાઇઝર લગાડવું. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *