Janhvi Kapoor ની બીજી તેલુગુ ફિલ્મનું મૈસૂરુમાં શૂટિંગ શરૂ

Share:

આ ફિલ્મમાં જાન્હવીની સાથે લીડ રોલમાં રામચરન છે, ફિલ્મની લીડ કાસ્ટ સોમવારથી શૂટિંગમાં જોડાઈ શકે છે

Mumbai, તા.૨૬

જુનિયર એનટીઆર સાથે ‘દેવરા’ની રિલીઝ પછી જાન્હવીની બીજી તેલુગુ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. મૈસૂરુમાં ચામુંડેશ્વરી માતાના મંદિરમાં દર્શન બાદ ડાયરેક્ટર બુચી બાબુએ ફિલ્મની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં જાન્હવીની સાથે લીડ રોલમાં રામચરન છે. ફિલ્મની લીડ કાસ્ટ સોમવારથી શૂટિંગમાં જોડાઈ શકે છે.   ડાયરેક્ટર બુચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી માતાના દર્શન બાદ શુભેચ્છકોના આશીર્વાદ માગ્યા હતા. જાન્હવીએ પ્રાર્થના અને તાળીઓની ઈમોજી સાથે આ પોસ્ટ પર રીએક્ટ કર્યું હતું. ‘મગધીરા’માં રામચરન સાથે કામ કરનારા દેવ ગિલે પણ કોમેન્ટ કરી હતી. ફિલ્મમાં જગપતિ બાબુનો મહત્ત્વનો રોલ છે અને તેઓ પોતાના દમદાર રોલથી આખી ફિલ્મ પર છવાઈ જવા તૈયાર છે. જગપતિ અને રામચરને અગાઉ ડાયરેક્ટર સુકુમારની ફિલ્મ રંગસ્થલમમાં સાથે કામ કરેલું છે. જાન્હવી અને રામચરન પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. રામચરન અને જાન્હવીના સ્ક્રિન શેરના દૃશ્યો સોમવારે શૂટ થઈ શકે છે. આ ફિલ્મ માટે રામચરને આકરી મહેનત કરીને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જાન્હવી અને રામચરન સાથે પાન ઈન્ડિયા ફિલ્મ બનાવવાનું આયોજન થયું છે. જાન્હવીએ જુનિયર એનટીઆર સાથે કરેલી ‘દેવરા’ને બોક્સઓફિસ પર ઠંડો રિસ્પોન્સ મળ્યો હતો. રામચરન સાથેની આગામી ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. તેને હાલ આરસી૧૬ તરીકે ઓળખવામાં આવે છે. જાન્હવીની બીજી તેલુગુ ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે તે જોવું રહ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *