Turkey માં રનવે પર ઉતરેલા વિમાનમાં આગ

Share:

Turkey, તા.26
રશિયન બનાવટનું સુખોઈ-સુપર જેટ વિમાન તુર્કીના એન્તાલિયા એરપોર્ટના રન-વે પર ઉતર્યું કે તુર્ત જ વિમાનમાં એક એન્જિનમાં આગ લાગી હતી. જેનો ભયાવહ વિડીયો વાયરલ થયો છે. સદ્ભાગ્યે વિમાનમાં રહેલા તમામ 89 યાત્રિકો અને બે પાયલોટ તથા 4 સહાયકો મળી છએ છ ક્રૂ મેમ્બર્સ પણ ઉતરી જઈ શક્યા હતા અને સર્વે સલામત રહ્યા હતાં.

વાસ્તવમાં આ વિમાન ઓવર વર્કડ હોવાથી તેનું એક એન્જિન સળગી ઊઠયું હતું. ત્યાર પછી જોત જોતામાં વિમાન આગમાં લપેટાઈ ગયું હતું. આ દુર્ઘટના જોતાં વિમાનગૃહમાં અને કંટ્રોલ ટાવર પર રહેલો ગ્રાઉન્ડ સ્ટાફ પણ હેબતાઈ ગયો હતો.

પરંતુ યાત્રિકો અને ક્રૂ સહિસલામત બચી ગયા હોવાથી શાંતિનો  શ્વાસ લીધો હતો. એઝિમથ-એરલાઇન્સનું આ વિમાન રશિયાના સોચીથી તૂર્કીમાં અન્તાલીયા આવી રહ્યું હતું.

આ દુર્ઘટના અંગે અન્તાલિયાના ગવર્નરની ઓફિસના ડેપ્યુટી સુયાન સેચીતોગ્બુએ કહ્યું હતું કે, આગ લાગી કે તુર્ત જ અગ્નિ શામક ફુવારાથી વિમાનને બચાવી લેવાયું હતું. 

તુર્કીનાં મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયન બનાવટના એસ.યુ.95 પ્રકારનું આ વિમાન રાત્રે 21.34 કલાકે રન-વેને ટચ થયું ત્યારે પાયલોટે ઇમરજન્સી કોલ કરતાં અગ્નિ શામકો સક્રિય કરી દેવાયા હતા. વિમાન રનવે ઉપર ઊભું રહ્યું કે તુર્ત જ આગ ઠારી દેવાઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *