Ahmedabad,તા.25
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ રેટ વધી રહ્યો છે તે સંદર્ભમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના ઇન્ચાર્જ સીપી તથા તમામ ઝોનના ડીસીપી સાથે બેઠક કરી હતી.
તેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચિંતા વ્યકત કરતા પોલીસને હવે રસ્તા પર ઉતરવા આદેશ આપ્યો હતો.
જાહેર માર્ગો પર સીનસપાટા કરતા ટપોરી અને રોમીયાઓને જાહેરમાં જ સબક શીખડાવવા આદેશ આપ્યો હતો. સંઘવી ટુંક સમયમાં જ રાજયભરના પોલીસ વડા સાથે આ પ્રમાણે બેઠકો કરશે.