Mangrol,તા.23
માંગરોળ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ – ભારત સંસ્થા અને ગવર્મેન્ટ ITI શીલ નાં સંયુક્ત ઉપક્રમે છેલ્લા – ૩ વર્ષ થી પાસઆઉટ થયેલા દરેક ટ્રેડનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ના વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ આ વર્કશોપ નો મુખ્ય ઉદેશ પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ અલગ અલગ કંપનીમાં પ્લેસમેન્ટ થાય અને રોજગારીની તકો મળે તે માટે સ્કીલબેઈઝ તાલીમમાં જોડાઈને વધારે રોજગારીની તકો મેળવતા થાય આ તકે કાર્યક્રમમાં અલગ અલગ કંપનીના H R મેનેજર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અદાણી પાવર પ્લાન્ટ સિલ્વર કંપની SBI લાઈફ અને CIE ઓટોમોટિવ ઇન્ડિયા કંપની તરફથી હાજર તમામ વિદ્યાર્થીઓ નાં ઇન્ટરવ્યૂ ITI શીલ ખાતે જ લેવામાં આવ્યા હતા. સંસ્થામાં ચાલતા ઇન્ફોસીસ પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૦ કલાકની સ્કીલ તાલીમ પૂર્ણ કરીને તમામ સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ થશે. આ તકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ થી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સંસ્થામાં કર્મચારીઓ ITI નાં કર્મચારીઓ જુનાગઢ – ITI પ્રિન્સીપાલ શ્રી શીલ ITI ના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ શ્રી રેણુકા સાહેબ અને પ્લેસમેન્ટ ઓફિસ૨ ભુવા સાહેબ તથા શીલ ITI નાં પ્રાધ્યાપકશ્રીઓ તથા સંસ્થા નાં યુવા જંકશન પ્રોજેક્ટના મેનેજર શ્રી તેમજ ટીમ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજનાં વર્કશોપમાં ૨૫૦ જેટલાં બેરોજગાર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.