પહેલા ભાગથી ફિલ્મની સ્ટોરી આગળ વધી ગઈ છે, રાની અને રિશુ પરણી ગયા છે
Mumbai, તા.૨૭
રાની એટલે કે તાપસી પન્નુ અને રિશુ એટલે કે વિક્રાંત મેસ્સી તેમની તોફાની વધુ ઊંડાણપૂર્વકની સફર રજૂ કરતી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ સાથે પાછા આવી ગયા છે, જયપ્રદ દેસાઈ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ કનિકા ઢિલ્લોં દ્વારા લખવામાં આવી છે અને જે આ સિક્વલને વધુ રસપ્રદ બનાવે છે. ગુરુવારે આ ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું. જેમાં જોવા મળે છે કે રાની અને રીશુ તેમના મુશ્કેલ ભુતકાળથી આગળ વધવાની કોશિશ કરે છે, જે તેમને નવા પડકારોમાં અને મુશ્કેલીઓમાં ઘેરી લે છે. તેમની શાંત જીવનની શોધ, રહસ્યમય વ્યક્તિ અભિમન્યુ એટલે કે સન્ની કૌશલની એન્ટ્રી તેમની સુલેહ શાંતિમાં ખલેલ પહોંચાડે છે. ત્યાર બાદ જિમી શેરગિલ દ્વારા ભજવાતા મોન્ટુ ચાચા એટલે કે ઓફિસર મૃત્યુંજય તેમના જીવનને વધુ ગૂંચવણભર્યું બનાવી દે છે. તે એક એવો પોલિસ ઓફિસર છે, જેને તેમની સાથે અંગત દુશ્મની છે અને તેમના જૂઠાણા, દગા અને છેતરપિંડી બહાર પાડવા તેમની પાછળ પડી ગયો છે. ત્યારે આ કપલ તેમના પ્રેમને બચાવી રાખવા માટે અને સાથે રહેવા માટે જૂનાં અને જાણીતાં રસ્તાઓ અપનાવે છે, તેમને સવાલ છે કે તેઓ કોનો વિશ્વાસ કરી શકે અને કોનો નહીં? તેમની આસપાસના દરેકને એક જ પ્રશ્ન સતાવે છે કે તેઓ પોતાના પ્રેમને બચાવવા માટે કઈ હદ સુધી જશે. પહેલા ભાગથી ફિલ્મની સ્ટોરી આગળ વધી ગઈ છે, રાની અને રિશુ પરણી ગયા છે. તેઓ રાનીની ફેવરિટ મર્ડર મિસ્ટ્રી નોવેલ પર આધારિત પ્લાન બનાવીને બધાંથી બચવાની કોશિશ કરે છે. હવે ૯ ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થાય ત્યારે ખ્યાલ આવશે કે તેઓ પોતાના આ પ્લાનમાં કેટલાં સફળ થાય છે.