‘પુષ્પા ૨’ ગુમાવનારી Shraddha Kapoor ને ‘વૉર ૨’ મળી શકે

Share:

ફિલ્મ જગતમાં બોક્સઓફિસના આધારે દર શુક્રવારે સ્ટાર્સના નસીબ બદલાતા હોવાનું કહેવાય છે

Mumbaiતા.૨૧

ફિલ્મ જગતમાં બોક્સઓફિસના આધારે દર શુક્રવારે સ્ટાર્સના નસીબ બદલાતા હોવાનું કહેવાય છે. શ્રદ્ધા કપૂરના સ્ટારડમમાં ‘સ્ત્રી ૨’ની સફળતાએ વધારો કરી દીધો છે, પરંતુ તે પછી શ્રદ્ધાનો નવો કોઈ પ્રોજેક્ટ જાહેર થયો નથી. અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા ૨’માં સ્પેશિયલ સોન્ગ માટે શ્રદ્ધા સાથે વાટાઘાટો ચાલી હતી. જો કે આ સ્પેશિયલ સોન્ગ સાઉથની એક્ટ્રેસ શ્રીલીલાને મળી ગયું. શ્રદ્ધાને અન્ય એક બિગ બજેટ ફિલ્મમાં સ્પેશિયલ સોન્ગ ઓફર થયું હોવાનું કહેવાય છે. રિતિક રોશન અને જુનિયર એનટીઆરની ‘વૉર ૨’માં સ્પેશિયલ સોન્ગ માટે શ્રદ્ધા ફાઈનલ થાય તેવી શક્યતા છે. અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં સામંથા રૂથ પ્રભુના ‘ઊ અંટ્‌વા…’ના ભરપૂર વખાણ થયા હતા. સામંથાએ ‘પુષ્પાઃ ધ રૂલમાં’ સ્પેશિયલ સોન્ગ માટે ઈનકાર કરી દેતાં શ્રદ્ધા કપૂરને ઓફર થઈ હતી. ચર્ચા મુજબ, શ્રદ્ધાએ વધારે ફી માગી હોવાથી શ્રીલીલાની પસંદગી કરવામાં આવી હતી. જો કે શ્રદ્ધા માટે વધારે સારી ઓફર આવી હોવાનું જાણવા મળ્યું છે. બોલિવૂડના ગ્રીક ગોડ કહેવતા રિતિક રોશન અને તેલુગુ સુપર સ્ટાર જુનિયર એનટીઆરની ‘વૉર ૨’માં શ્રદ્ધાને તક મળી શકે છે. ‘બ્રહ્માસ્ત્ર’ના ડાયરેક્ટર અયાન મુખરજી રિતિક અને જુનિયર એનટીઆર સાથે ‘વૉર ૨’ બનાવી રહ્યા છે. આગામી વર્ષે ૧૪ ઓગસ્ટે આ ફિલ્મ થીયેટરમાં રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ થ્રિલરમાં કિયારા અડવાણી પણ લીડ રોલમાં છે. ‘વોર ૨’માં સ્પેશિયલ સોન્ગની ઓફર ઉપરાંત અન્ય એક ફિલ્મમાં પણ શ્રદ્ધાનું નામ ચર્ચાી રહ્યું છે. રણબીર કપૂર અને શ્રદ્ધાએ અગાઉ ‘તુ જૂઠી મૈં મક્કાર’માં સાથે કામ કર્યું હતું. આ જોડીને ‘ધૂમ ૪’માં રીપિટ કરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત સુપરનેચરલ ‘નાગિન’ પણ નક્કી મનાય છે. શ્રદ્ધાના આગામી પ્રોજેક્ટ્‌સ અંગે ઘણી બધી અટકળો ચાલી રહી છે, પરંતુ શ્રદ્ધા તરફથી કન્ફર્મેશન અપાયું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *