Somnath માં રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો

Share:

Prabhaspatan તા 21
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં આજે તા.21થી તા.23 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરનો આજે બપોરે પ્રારંભ થયો છે.

આ ચિંતન શિબિરમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા 195થી વધુ સનદી અધિકારીઓ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના રોડ મેપ અંગે ચર્ચા-મનોમંથન કરવાના છે. ચિંતિન શિબિરમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી જે ફ્લાઈટમાં આવવાના છે, તે ’ઉડાન યોજના’ યોજના અંતર્ગતની ફ્લાઈટ છે. આ ’ઉડાન યોજના’ ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનો સામાન્ય નાગરિક પણ હવાઈ મુસાફરીનું સપનું પૂરુ કરી શકે તે માટે શરૂ કરી હતી.

આ ચિંતન શિબિરમાં 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત માટેના રોડમેપ માટે ચર્ચા અને મનોમંથન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર આજથી 3 દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે.  

આ પરંપરાને આગળ વધારતાં 11મી ચિંતન શિબીર મુખ્યમંત્રી  સાથે રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.

આ 11મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.

ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.

આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.  પૂરી કેબીનેટે આજથી સોમનામાં હોય જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ સહિતનું સુરક્ષા તંત્ર પણ સોમનાથમાં છે.

શનિવારે ધાર્મિક પ્રવાસ
મુખ્યમંત્રી સહિતના પ્રધાનો, અધિકારીઓ મંદિરોની મુલાકાત લેશેે
સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી કેબીનેટ મંત્રીઓ અને સચિવો સહિત ઉચ્ચ અધિકારીઓ 200થી વધુ હાજરી આપશે. આ શિબિરમાં આરોગ્ય, પોષણ, શહેરીકરણ, માળખાગત વિકાસ, શિક્ષણ મા ગુણાત્મક સુધારા, કોમ્યુનિકેશન એક્શન પ્લાન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, પીવાનુ શુધ્ધ પાણી,શોસાલય,બિહેવિયર ચેન્જ, ખોરાક અને પોષણ મા વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી, નવજાત બાળકો માટેની કાળજી, બાળકો નુ સંપૂર્ણ અને અસરકારક રસીકરણ સહિતના મુદ્દાઓનો સમાવેશ થશે આજે બપોરના મુખ્ય સેમિનાર હોલમાં ચર્ચા સોમનાથ વોક વે પથ ઉપર રાખવામાં આવેલ છે. 

તા 22ના સવારના યોગ કાર્યક્રમ સાગર દર્શન ખાતે રાખવામાં આવેલ છે તા. 23ના સવારે ત્રિવેણી સંગમ,ગીતા મંદિર, શારદા મંદિર સહિતના ધર્મસ્થાનો મા ટુર કરવામાં આવશે અને બપોરના ત્રણ કલાક સમાપ્ત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *