Virpur તા.૨૦
વીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના થોરાળા ગામની સીમમાં આવેલ છ વાડીઓમાં કેબલ વાયરની કોઈ અજાણયા ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય સદરહુ અનડીટેકુચોરીઓના ગુનાઓની ગંભીરતા ધ્યાને લઈ જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠૌડ દ્વારા મિલ્કત સંબંધી અનડીટેક ગુના શોધી કાઢવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર કટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર નાઓને સંયુક્ત બાતમી હકિકત આધારે વીરપુર પાસેથી થોરાળા ગામની સીમમાંથી ત્રણ આરોપીઓ (૧) અમીત ભુપતભાઈ ભીખાભાઈ ડાભી, મુળ રહે. વીરપુર મેવાસા રોડ, તા.જેતપુર હાલ – રહે, રાજકોટ જંગલેશ્વર શેરી નં.-૧૬ રાધેકૃષ્ણ ચોક પાસે, ભાડેથી, (૨) પરેશ ભનુભાઈ પાતાભાઈ સોલંકી, મુળ રહે. જર ગામ તા.ધારી, જી.અમરેલી હાલ રહે. કેરાળાગામની સીમમાં તા.વાંકાનેર, તથા (૩) ભુપત ભનુભાઈ ડબાભાઈ સોલંકી, ધંધ-મંજુર, મુળે રહે. જર ગામ તાધાર જી.અમરેલી હાલ રહે. રાજકોટ જંગલેશ્વર પચીસવારીયાની પાછળ, ખોડીયાર મંદીર પાસે ભાડેથીને ચોરાઉ કોપર આશરે વજન ૦૯ કીલોગ્રામ કિમત રૂા.૬૩૦૦/- તથા મોટર સાયકલ નો મેગ વ્હીલ ટાયર સહીત નંગ ૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુ કુલ મુદામાલ કી.રૂ.૧૧,૩૦૦ સાથે ઝડપી લીધા હતા.
પકડાયેલ ત્રિપુટીએ વિરપુરના થોરાળા ગામની સીમમાં દિવાડીઓમાં કોપર કેબલ વાયરની ચોરી કરેલ છે. તેમજ આજથી આશરે બે માસ પહેલા વિરપુર પો.સ્ટે હદ વિસ્તારમાં વિરપુર ટાઉનમાંથી એક મોટર સાયકલની ચોરી તથા આશરે દોઢ માસ પહેલા વિરપુર પો.સ્ટે. હદ વિસ્તારમાં થોરાળા ચોકડી પાસેથી એક મોટર સાયકલની ચોરી કર્યાની કબુલાત આપી હતી. મજકુર મો.સા.ચોરી વિસ્તારમાં વાડીઓમાંથી કેબલ વાયરની ચોરી કરી અને કેબલ વાયર સળગાવી સામાથી કોપર કાઢી અને ચોરી કેસમાંથી અત્ય અલગ સ્પેર પાર્ટસ કરી ભંગારના ડેલામાં વેંચાણ કરી નાખતા હતા.
આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા,એ.એસ.આઈ. અનીલભાઈ બડકોદીયા,બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, વકારભાઈ આરબ,પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, અરવિદસિંહ જાડેજા, શક્તીસિંહ જાડેજા, કૌશીકભાઈ જોશી, મેહુલભાઈ બારોટ, તથા પો.કોન્સ. ભાવેશભાઈ મકવાણા તથા ડ્રો.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ રોકાયા હતા.