Maharashtra,તા.20
પુણેની સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને સ્વાતંત્ર સેનાની વીર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે 2 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે. 5 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીએ UK માં ઓવરસીઝ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે સ્વાતંત્ર સેનાની વીર સાવરકર વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.
પુણેની સ્પેશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સાવરકરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના મામલે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, સ્વાતંત્ર સેનાની વીર સાવરકર અને તેમના પરિવારને માનસિક યાતના આપવા સામે જે આક્ષેપો કર્યા છે તેને પાયા વિહોણા ગણાવીને રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો.
જેના પુરાવા તરીકે UKમાં રાહુલ ગાંધીના ભાષણના વીડિયોની યુટ્યુબ લિંક અને કેટલાક સમાચારોના અહેવાલ આપવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ સાવરકર પરની ટીપ્પણીમાં કહ્યું હતું કે તેમણે એક પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે મુસ્લિમ વ્યક્તિને માર મારવાનું વર્ણન કરાયું છે. જે ક્યારેય સાવરકરે લખ્યું જ નથી અને આવી ઘટના પણ ક્યારેય બની નથી.
જેની સામે પુણેની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટે ઓક્ટોબરમાં રાહુલ ગાંધીને 2 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરાયું હતું.