સેન્ટ્રલ બેન્ક સહિત ચાર બેન્કોના શેર વેંચશે Modi government

Share:

New Delhi, તા.19
મોદી સરકાર ટૂંક સમયમાં જ ચાર રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ડીસઇન્વેસ્ટમેન્ટ કરશે. સેબીના નિર્ણય મુજબ કોઇપણ કંપનીમાં પ્રમોટર 25 ટકાથી વધુ હોલ્ડીંગ રાખી શકે નહીં તે નિયમ જાહેર સાહસોને લાગુ કરવામાં આવ્યો છે.

તેના કારણે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક અને પંજાબ અને સિંધ બેન્કમાં કેન્દ્ર સરકાર પોતાની મુડી ઘટાડશે. સેન્ટ્રલ બેન્કમાં ભારત સરકાર 93 ટકા હિસ્સો ધરાવે છે. આઇઓબીમાં 96.4 ટકા હિસ્સો ઉપરાંત યુકો બેન્કમાં 98.3 ટકા અને પંજાબ એન્ડ સિન્ધ બેન્કમાં પણ 98 ટકા શેર હિસ્સો સરકાર પાસે છે

સેબીના આદેશનો અમલ હવે ટુંક સમયમાં જ કરશે. અત્યાર સુધી સેબીએ જાહેર સાહસોને તેમાંથી મુક્તિ આપી હતી. જો કે હજુ પણ 2026 સુધીનો સમય છે પરંતુ સરકાર ચારેય બેન્કોમાં ધીમે ધીમે પોતાની મુડી છુટી કરવા માંગે છે. આ માટે માર્કેટમાં યોગ્ય વાતાવરણ પણ જોશે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *