Jamnagar તા.૧૯
જામનગરમાં સિદ્ધાર્થ નગર શેરી નંબર ચારમાં પોલીસે ગઈકાલે મોડી સાંજે જુગાર અંગે દારોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલી ચાર મહિલા સહિત ૬ પતાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે. જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી મનામણીબેન ચીનાસ્વામી મદ્રાસી, જયાબેન કિશનભાઇ રાઠોડ, લક્ષ્મીબેન મોતીભાઈ જાદવબતેમજ વર્ષાબેન ઉર્ફે હંસાબેન જીતેન્દ્રભાઈ ચંદ્રપાલ ઉપરાંત જીતેન્દ્ર વશરામભાઈ ચંદ્રપાલ અને ગૌરાંગ લક્ષ્મણભાઈ માલી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ૩૩૭૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.