Jamnagar રાજકોટ ધોરી માર્ગ પર વાંકિયા નજીક રીક્ષા પલટી જતાં મહિલાનું મોત

Share:

Jamnagar તા.૧૮

 જામનગર રાજકોટ ધોરી માર્ગ પર વાંકિયા નજીક રીક્ષા પલટી મારી જતાં નાના વાગુદડ ગામના પૂર્ણાબા જાડેજા નામના મહિલા ઘાયલ થયા પછી તેમનું મૃત્યુ નીપજ્યું છે, તેઓને રિક્ષામાં મોત પોકારતું હતું. પૂર્ણાબા જાડેજા તેમની સાથેના અન્ય છ મહિલાઓ સાથે જૂનાગઢની લીલી પરિક્રમામાં જવા માટે ગત ૧૦ મી તારીખે નીકળ્યા હતા. તમામ મહિલાઓ ધ્રોલ બસ ડેપો પરથી જૂનાગઢની બસમાં જવાના બદલે ભૂલથી જામનગર તરફ આવતી બસમાં બેસી ગયા હતા.

 જે બસ થોડે દૂર સુધી પહોંચી તે દરમિયાન બસ કંડક્ટરે ટિકિટની માંગણી કરતા તમામ મહિલાઓએ જુનાગઢ ની ટિકિટ માંગી હતી, જેથી બસ કંડક્ટરે આ બસ જૂનાગઢ નહીં પરંતુ જામનગર જતી હોવાનું જણાવ્યું હતું, તેથી સાતેય મહિલાઓ રસ્તામાં જ ઉતરી ગઈ હતી, ત્યારબાદ જૂનાગઢ જવા માટે ફરીથી નવી બસ પકડવા તમામ મહિલાઓ એક રીક્ષામાં બેસીને ધ્રોળ એસટી ડેપો તરફ આવવા માટે રવાના થઈ હતી, પરંતુ વાંકીયા ગામ પાસે તેઓને આ ગોજારો અકસ્માત નડ્યો હતો. જેમાં એક માત્ર મહિલા પૂર્ણાબા મૃત્યુ પામ્યા હતા, અને તેઓનું શિક્ષામાં મોત પોકારતું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *