Ranchi,તા.૧૬
ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ’કોંગ્રેસની મદદથી પાછલા બારણે મુસ્લિમોને અનામત આપવાની તૈયારી કરી રહ્યા છે.’ શાહે ચેતવણી આપી હતી કે ભાજપ આવા કોઈ ષડયંત્રને સફળ થવા દેશે નહીં. શાહે ઝારખંડમાં આદિવાસીઓની ઘટતી વસ્તી માટે હેમંત સોરેનને પણ જવાબદાર ગણાવ્યા હતા.
ઝારખંડના દુમકામાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે ’હેમંત સોરેન કોંગ્રેસની મદદથી પાછલા બારણે મુસ્લિમોને અનામત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ચેતવણી આપું છું કે ભાજપ હેમંત સોરેન અને રાહુલ ગાંધીની આવી કોઈ યોજનાને સફળ થવા દેશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે ઝારખંડ સરકાર વોટ બેંક માટે ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. શાહે આરોપ લગાવ્યો કે ’હેમંત સોરેન આદિવાસી વસ્તીમાં ઘટાડા માટે જવાબદાર છે કારણ કે તે ઘૂસણખોરોને ઝારખંડમાં પ્રવેશવા અને આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરવાની મંજૂરી આપી રહ્યા છે. જેના કારણે ઘૂસણખોરો અહીંના આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે.
અમિત શાહે દાવો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં ઝારખંડને ૧૦ વર્ષમાં ૮૪,૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને ૩.૯૦ લાખ કરોડ રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું, ’હેમંત સોરેન ભ્રષ્ટાચાર અને પૈસાની લૂંટમાં સંડોવાયેલા હતા, પરંતુ તેમની વિદાય ૨૩મી નવેમ્બરે નક્કી છે. સત્તાની લાલચે હેમંત સોરેનને ઇત્નડ્ઢ-કોંગ્રેસના ખોળામાં બેસવાની ફરજ પડી, જેમણે ઝારખંડની રચનાનો વિરોધ કર્યો હતો. શાહે વચન આપ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ ભાજપ રાજ્યમાં ઉદ્યોગો સ્થાપશે, જેથી ઝારખંડના યુવાનોને રોજીરોટીની શોધમાં અન્ય રાજ્યોમાં જવાની જરૂર નહીં પડે.
અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર લોકોને પ્રોજેક્ટ માટે વિસ્થાપિત કરતા પહેલા તેમના પુનર્વસનની યોજના સુનિશ્ચિત કરશે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ઝારખંડને નક્સલવાદથી મુક્ત કરવામાં આવ્યું છે અને જે બચશે તે માર્ચ ૨૦૨૫ સુધીમાં ખતમ થઈ જશે