નવજાત શિશુના brains નો સીધો સંબંધ માતાના વર્તન સાથે હોય છેઃ અભ્યાસ

Share:

નવજાત શિશુના તેજ દિમાગના માતાના વર્તન સાથે સંબંધ છે. હાલમાં જ માતા બનેલી મહિલાઓને ધ્યાન આપવાની ખાસ જરૂર છે. જાણવા મળ્યું છે કે, નવજાત શિશુ અને બાળકો પ્રત્યે હકારાત્મક સહકારની ભાવના બાળકાનો દિમાગને શાર્પ અથવા તો તેજ બનાવે છે. બાળકો પ્રત્યે હકારાત્મક સહકારની ભાવનાથી લાઇફમાં આ બાળકો ટેન્શનથી દૂર રહે છે. આ વાત એક અભ્યાસમાં જાણવા મળી છે. વોશિંગ્ટન યુનિર્વસિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવા મળ્યું છે કે, જે મહિલાઓ પોતાના નવજાત બાળકો પ્રત્યે વધારે  શિસ્તમાં રહે છે અને વધારે વ્હાલ બાળકોને કરે છે તે બાળકો વધારે તેજ દિમાગ વાળા રહે છે.

આવા બાળકોના દિમાગના હિપ્પોકેમ્પસ ક્ષેત્રમાં વધારે નર્વ કોષ બને છે. જેનાથી બાળકો હોંશિયાર બને છે. હિપ્પોકેમ્પસના સીધા સંબંધ યાદશક્તિ અને ભાવના ઉપર આધારિત હોય છે. માતાના વ્યવહારથી બાળકોના  બ્રેઇનના કદમાં વધારો થાય છે કે, કેમ તે બાબત સાબિત થઇ શકી નથી. પરંતુ હકારાત્મક વ્યવહાર બ્રેઇનના વિકાસમાં મહત્વપૂર્ણ હોય છે. સંશોધકોએ ૯૨ બાળકો પર પ્રીસ્કૂલથી લઇને ગ્રેડ સ્કૂલ સુધી અભ્યાસની પ્રવળત્તિ હાથ ધરવામાં આવી હતી.

સંશોધકોએ બાળકો સાથે માતાપિતાના સહકારના સ્તરની ચકાસણી કરવામાં આવી હતી. આમાં સાતથી ૧૩ વર્ષના બાળકોને લેવામાં આવ્યા હતા. બાળકોના માતાપિતાને આ અભ્યાસ અંગે માહિતી આપવામાં આવી ન હતી. અભ્યાસમાં  જાણવા મળ્યું કે, જે બાળકોમાં પહેલાથી જ ટેન્શનની સ્થિતિ હતી તે બાળકોની યાદશક્તિ ઓછી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *