ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ ૩૭૦ હટશે નહીં: Amit Shah

Share:

મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં ૧૧મા સ્થાને હતું, હવે પાંચમા સ્થાને આવ્યું છે

Dhule, તા.૧૩

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ ૩૭૦ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી લાવીને રહીશું. આ મુદ્દે રાજ્યની વિધાનસભામાં પણ ઘણી વખત ગરમાગરમીની સ્થિતિ બની ચૂકી છે. હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ’કોઈ પણ કિંમત પર જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની વાપસી નહીં થશે.’ તેમણે આગળ કહ્યું કે, ’મહાયુતિનો અર્થ છે ’વિકાસ’ અને અઘાડી (મહાવિકાસ અઘાડી)નો અર્થ છે ’વિનાશ’. હવે તમારે નક્કી કરવાનું છે કે, વિકાસ કરનારાને સત્તામાં લાવવા છે કે, વિનાશ કરનારાને.’

અમિત શાહે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની વાપસીની વાત કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી તો શું જો ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની વાપસી નહીં થશે.

પૂર્વ પીએમ મનમોહન સિંહ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, ’પીએમ મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે. મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં ૧૧મા સ્થાને હતું, પરંતુ મોદીએ દેશને પાંચમા સ્થાને લાવી દીધો છે.

૨૦૨૭માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આઘાડી લોકો (મહા વિકાસ આઘાડી) ખોટા વાયદા કરે છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *