Jamnagar તા.13
જામનગરમા નવેમ્બર મહિનાની મધ્યમાં હજૂ પણ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગની આગાહીના મતે આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારને અવકાશ નથી. છેલ્લા 24 કલાકમાં નોધાયેલા આંકડા મુજબ મહત્તમ તાપમાન જામનગરમાં 33.5 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 19.5 ડિગ્રી રહ્યું હતું
છેલ્લા 15 ની દિવસથી મોટાભાગના શહેરમાં મોડી સાંજ સુધી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે મોડી રાતે પણ હજુ સુધી ઠંડીનો ચમકારો પણ જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આ જ પ્રકારે બેવડી ઋતુનો અનુભવ લોકો કરશે. છેલ્લા 24 કલાકમાં હવામાનના ફેરફારની વાત કરીએ તો દરિયાકિનારાથી નજીક આવેલા જામનગરમાં 1 થી 2 ડિગ્રી ઘટવા પામ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયુ હતું.જ્યારે મહતપ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું હતું.શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 અને પવનની ગતિ પ્રતિકલાક 3.5 કિમિ રહી હતી.