Wayanad પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીના પુત્ર અને પુત્રી પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા

Share:

Wayanad,તા.૧૧

વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ મતવિસ્તારમાં રોડ શો કર્યો અને લોકોનું સમર્થન માંગ્યું. તે જ સમયે, પ્રિયંકા ગાંધીના પુત્ર અને પુત્રીએ પણ વાયનાડ પહોંચ્યા અને નાઈકેટીમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો.

રોડ શો દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ કહ્યું, “લોકોએ મને ઘણો પ્રેમ અને સ્નેહ આપ્યો છે. હું તેના માટે ખૂબ જ આભારી છું. હું અહીં પ્રચાર કરીને ખૂબ જ ખુશ છું. હું ઈસાઈ સમુદાયના ઘણા લોકોને મળી રહી છું. હું તેમની માંગણીઓ માટે લડીશ.” જેમ હું બીજા બધા માટે લડી રહી છું, હું તેમની સાથે ચર્ચા કરીશ, સમજીશ અને તેમને સમર્થન કરીશ.”

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, છેલ્લા દસ વર્ષની રાજનીતિ પર નજર કરીએ તો જણાશે કે, ભાજપના નેતાઓ લોકોથી દૂર થઈ ગયા છે. તેમના દાદી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને ભારતના આદિવાસી લોકો માટે ઊંડો આદર અને જોડાણ હતું. ઈન્દિરા ગાંધીએ આદિવાસીઓના અધિકારો માટે ઘણું કામ કર્યું. ભાજપ તેમના અધિકારો પર હુમલો કરી રહી છે અને સમગ્ર ભારતમાં આદિવાસીઓની જમીનો છીનવી રહી છે અને ફોરેસ્ટ રાઈટ્‌સ એક્ટને નબળો કરવામાં આવી રહ્યો છે.વડુવાંચલ, વાયનાડમાં પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને સીઆરપીએફ જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. વિડિયોમાં ધક્કા-મુક્કી અને હાથાપાઈ જોઈ શકાય છે.

કેરળના સીએમ પિનરાઈ વિજયનના નિવેદન પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ વિકાસ જેવા વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરવી જોઈએ. તેણે વાયનાડ માટે શું કર્યું તેની વાત કરવી જોઈએ. મોંઘવારી, વિકાસ, બેરોજગારી જેવા લોકોને અસર કરતા મુદ્દાઓ પર ચૂંટણી લડવી જોઈએ. આપણે લોકોનું ધ્યાન હટવું જોઈએ નહીં.

આ પહેલા શનિવારે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે વાયનાડમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની ’ઐતિહાસિક જીત’નો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધી સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે મળીને ભાજપ સામે લડશે. પાયલોટે કહ્યું કે, તેમને લોકો તરફથી જે પ્રતિસાદ મળ્યો છે તે મુજબ કોંગ્રેસ અને યુડીએફ કેડર એક થઈ ગયા છે અને લોકોમાં સકારાત્મક વાતાવરણ છે. લોકોનું સમર્થન પ્રિયંકા ગાંધીની સાથે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *