Jamnagar તા 11
જામનગરમાં મારુતિ નગર વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા અશોકસિંહ નટુભાઈ જાડેજા નામના ૩૫ વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની ઉપર ઈંટ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા વિજય રણજીતભાઈ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી અને આરોપીને વાહન સામુ ઊભૂ રાખવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, ત્યારબાદ આરોપીએ ઇંટનો છૂટો ઘા કરી ફરિયાદી લોહી લુહાણ કરી નાખ્યા હતા તેમજ ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી.
ઉપરાંત તેની પત્નીને પણ ધક્કો મારી પછાડી દીધી હતી, ત્યારબાદ ઈંટના ઘા કરીને દુકાનમાં નુકસાની પહોંચાડી હતી. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.