Jamnagar નજીક દરેડમાં આવેલી એક વેપારી પેઢી સાથે રૂપિયા ૨૭.૭૨લાખની છેતરપિંડી

Share:

Jamnagar તા 11

 ટ્રેડ ઇન્ડિયાના નામે ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી ભેજાબાજોએ વેપારી પાસેથી ઓનલાઈન પ્રોડક્ટ મંગાવી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી આચરીજા જામનગર માં રહેતા અને દરેડમાં કારખાનું ધરાવતા એક ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોના છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને રૂપિયા ૨૭.૭૨ લાખનો માલ સામાન ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવ્યા પછી તેની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ જામનગર માં રહેતા તેમજ દરેડ વિસ્તારમાં પ્લોટ નંબર ૩૨૪૦ એમાં એલ્યુમિનિયમ પ્રોડક્ટનું કારખાનું ધરાવતા રામ નિવાસ પૂખરાજ દેવરા નામના ઉદ્યોગપતિ કે જેઓ ને તાજેતરમાં ઓનલાઈન પરચેસિંગ ના માધ્યમથી કોઈ ભેજાબાજો એ પોતાનું નામ કલ્પેશ જોશી અને પોતે હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી હતી, અને તે અંગેના ખોટા દસ્તાવેજ વેપારી પેઢીને મોકલ્યા હતા.

 જેના માધ્યમથી તેણે જામનગરના ઉદ્યોગકાર પાસેથી રૂપિયા ૨૭.૭૨

 લાખ ની કિંમતની ૮૩૩.૫૦ ગ્રામની એલ્યુમિનિયમની ઈન્ટાગ્રેટ નામની પ્રોડક્ટ તૈયાર કરીને મંગાવી હતી.

 જેથી વેપારી પેઢી દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે ઉપરોક્ત કંપનીને મોકલી દેવાયો હતો. જે માલ સામાન પહોંચી ગયા બાદ જામનગરના વેપારી દ્વારા ઉપરોક્ત રકમની માંગણી કરાતાં  પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ એડ્રેસ વગેરે બ્લોક કરી દીધા હતા, અને તેનો સંપર્ક થઈ શક્યો ન હતો.

 આથી વેપારી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તપાસ કરાવી હતી, જયારે પોલીસની પણ મદદ દીધી હતી, જેમાં પોતાની સાથે ઇન્ડિયા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ૨૭.૭૨.૦૫૭ ની છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં એને પંચકોથી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ ના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને તેઓની ટીમ સમગ્ર પ્રકરણની ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *