India બાદ હવે લંડનમાં Anant-Radhika ના લગ્ન પછીની ઉજવણી થશે !

Share:

Mumbai,તા.૨૫

અનંત અને રાધિકાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતાં આ લગ્નમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન સહિત ભારત અને વિદેશના મહેમાનો હાજર રહ્યા હતા. લગ્ન પહેલા આયોજિત અનેક કાર્યક્રમો સહિત આ ભવ્ય લગ્નમાં ૫૦૦ મિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે.રિપોર્ટ અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી ચાલુ રહેશે. મુકેશ અંબાણીએ પુત્ર અનંતના લગ્ન પછીની ઉજવણી માટે લંડનમાં સેવન સ્ટાર સ્ટોક પાર્ક હોટેલ બુક કરાવી છે.

બ્રિટિશ ટેબ્લોઇડ ધ સનના અહેવાલ મુજબ, ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર સુધી લગ્ન પછીની ઉજવણી માટે સ્ટોક પાર્ક હોટેલ બુક કરી છે. અહેવાલ મુજબ, પ્રિન્સ હેરી અને પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન લગ્ન પછીની ઉજવણીમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨૦૨૧માં પ્રતિષ્ઠિત સ્ટોક પાર્ક એસ્ટેટ માટે ફ્ર૫૭ મિલિયનમાં લીઝ લીધી હતી. આ હોટલ ૩૦૦ એકરમાં બનેલી છે. મુકેશ અંબાણીએ લીઝ પર લીધા બાદ તરત જ આ હોટેલનું રિનોવેશન બંધ કરી દેવામાં આવ્યું હતું.

જો કે, આ ડીલને લઈને સ્થાનિક સ્તરે વિવાદ છે કારણ કે આ હોટલ સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ તે અંબાણી પરિવારના લોકો માટે ખુલી ગયું. જેના કારણે અંબાણી પરિવાર અને સ્થાનિક કાઉન્સિલ અને લોકો વચ્ચે મતભેદો સર્જાયા હતા. હવે, મુકેશ અંબાણીએ બે મહિના માટે હોટલ બુક કરીને આ મૂંઝવણનો ઉકેલ શોધી કાઢ્યો હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, લગભગ ૮૫૦ ગોલ્ફ ક્લબના સભ્યોને ક્લબમાં ન આવવા માટે કહેવામાં આવ્યું છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *