હવે પાછી આવી Jasmin Bhasin ની આંખોની રોશની

Share:

જસ્મીન ભસીનના ચાહકો ચિંતિત થઈ ગયા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે

Mumbai, તા.૨૫

મુંબઈની ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીનની કોર્નિયા ડેમેજ થવાના સમાચાર સામે આવ્યા છે. આ પછી તેને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જાસ્મીન ભસીનને એક શો દરમિયાન અચાનક આંખોની રોશની જતી રહી હતી અને તેને દેખાતુ બંધ થઈ ગયુ હતુ. તસવીરમાં આંખો પર જાડી પટ્ટી છે. જસ્મીનની કોર્નિયા ડેમેજ થવાના સમાચાર બહાર આવતા ચાહકો ચિંતાતુર બની ગયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા પર જસ્મીન ભસીનની ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ શરૂ કરી હતી. જોકે હવે જાસ્મીનની આંખોની રોશની પાછી આવી ગઈ છે.થોડા સમય પહેલા જસ્મીન ભસીને તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, નાઉ બેટર એન્ડ રિકવર, તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર, જેનો સ્પષ્ટ અર્થ છે કે જસ્મીન ભસીન હવે સ્વસ્થ થઈ રહી છે. પણ એકાએક તેને જોવાનું બંધ થઈ ગયું. તેની કોર્નિયા ડેમેજ થયાના સમાચાર સામે આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે લેન્સના ઉપયોગને કારણે, તેની કોર્નિયાને નુકસાન થયું અને અચાનક અભિનેત્રીએ તેની દ્રષ્ટિ ગુમાવી દીધી.જાસ્મીન ભસીનના ચાહકો માટે આ એક સારા સમાચાર છે કે સારવાર બાદ તેની આંખોની રોશની પાછી આવી રહી છે અને ટૂંક સમયમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. તમને જણાવી દઈએ કે જસ્મીન ભસીન એક ટીવી એક્ટ્રેસ છે, જેણે નાગિન જેવી સિરિયલોમાં જબરદસ્ત ભૂમિકા ભજવી હતી અને બિગ બોસ ૧૪માં સ્પર્ધક તરીકે પણ જોવા મળી હતી. જો આપણે બિગ બોસ સીઝન ૧૪ વિશે વાત કરીએ તો તે રૂબીના દિલાઈકે જીતી હતી. રૂબીનાના સારા મિત્રોમાં જાસ્મીન ભસીનનું નામ સામેલ હતું, પરંતુ બિગ બોસના ઘરમાં બંને વચ્ચે મતભેદો પણ જોવા મળ્યા હતા. બિગ બોસનું ઘર છોડ્યા બાદ બંનેએ તેમની મિત્રતાને આગળ વધારી હતી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *