CIDએ શરૂ કરી તપાસ,૫ પોલીસકર્મીને નોટિસ

Share:

Shimla, તા.૮

ભારતમાં સમોસાનો ક્રેઝ અલગ સ્તરે છે. હોટલથી લઈને રસ્તાના કિનારે લોકો સમોસા ખાતા જોવા મળશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે સમોસા સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી શકે છે? કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કંઈક આવું જ બન્યું છે. આ દિવસોમાં હિમાચલની રાજનીતિમાં સમોસા પ્રચલિત છે. સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં તેની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ કરવામાં આવી છે. રાજ્ય CID તેની તપાસ કરી રહી છે.

હકીકતમાં ૨૧ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્‌ઘાટન કરવા CID હેડક્વાર્ટર ગયા હતા. અહીં મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલી કેક અને સમોસા તેમના સ્ટાફમાં વહેંચવામાં આવ્યા હતા. સીઆઈડીએ તેની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ બોક્સ ખાસ કરીને સીએમ સુખુ માટે છે.

તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે આ ડબ્બા મહિલા ઈન્સપેક્ટરને સોંપવામાં આવ્યા હતા, ત્યારે તેમણે કોઈ વરિષ્ઠ અધિકારીને પૂછ્યા વિના આ ડબ્બા મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (સ્‌) વિભાગને મોકલી દીધા હતા. આ ભૂલને કારણે, આ બૉક્સ સીએમ સુધી પહોંચી શક્યા ન હતા.

તપાસ અહેવાલમાં જણાવાયું છે કે ઉપરોક્ત ત્રણ બોક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓ આઈજીની ઓફિસમાં બેઠેલા ૧૦/૧૨ લોકોને ચા સાથે પીરસવામાં આવી હતી. કહેવાતા ત્રણ બોક્સ જે હોટલમાંથી લાવવામાં આવ્યા હતા, તેમાં રહેલો ખાદ્યપદાર્થો મુખ્ય પ્રધાન માટે હતા, માત્ર એસઆઈને જ આ વાતની જાણ હતી. તેમ છતાં ઉપરોક્ત ત્રણેય બોક્સ કોઈ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર મહિલા ઈન્સપેક્ટર દ્વારા એમટી વિભાગને સોંપવામાં આવ્યા હતા. બોક્સ ખોલવામાં આવ્યા અને તેમાં રહેલી વસ્તુઓ નાસ્તા માટે આપી દેવામાં આવી હતી.

મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુના મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે આ મામલે ખુલાસો કર્યો છે કે, સરકારે આવી કોઈ તપાસનો આદેશ કર્યો નથી. ચૌહાણે એ પણ કહ્યું કે સરકાર સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી. સીઆઈડી વિભાગ પોતાના સ્તરે આ મામલે તપાસ કરી રહી છે કે સીએમ માટે લવાયેલો નાસ્તો કોને આપી દેવાયો… આ વહીવટી નિષ્ફળતાનો મામલો છે જેમાં તપાસ ચાલી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *