IND vs SL: વિરાટ રેકોર્ડ તોડશે કોહલી! સચિન જેવા દિગ્ગજોની રેસમાં

Share:

Mumbai,તા.25

T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20માંથી સંન્યાસ લેનાર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતના આ બે મહાન ખેલાડીઓ રમશે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ વિરાટ-રોહિત પહેલીવાર કોઈ મેચમાં સાથે રમતા દેખાશે. આ શ્રેણી વિરાટ કોહલી માટે ખાસ રહેશે કારણ કે વિરાટ કોહલી આ સીરીઝ દરમિયાન એક એવો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે, જે ક્રિકેટરો માટે એક સપનું છે.

વર્ષ 2008માં ડેબ્યૂ કરનાર વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 530 મેચ રમી છે. તેમાંટેસ્ટ, ODI અને T20 એ ત્રણેય ફોર્મેટની મેચોનો સમાવેશ થાય છે.  કોહલીએ આ મેચોમાં 53.55ની એવરેજથી 26,884 રન બનાવ્યા છે. જો તે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 116 રન બનાવી લે તો ત્રણેય ફોર્મેટમાં તેનો કુલ સ્કોર 27 હજાર રન થઈ જશે. આ એક એવો આંકડો છે જેને માત્ર ત્રણ દિગ્ગજ બેટર્સ સચિન તેંડુલકર (34357), કુમાર સંગાકારા (28016) અને રિકી પોન્ટિંગ (27483) જ સ્પર્શી શક્યા છે. કોહલી એવો ચોથો ક્રિકેટર બનશે.

હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક્ટિવ ક્રિકેટર્સની વાત કરીએ તો વિરાટ કોહલી સિવાય એવો એક પણ બેટ્સમેન નથી જેણે 20,000 રન પણ બનાવ્યા હોય. સક્રિય ક્રિકેટરોમાં વિરાટ કોહલી પછી જો રૂટ (19,355) બીજા સ્થાને અને રોહિત શર્મા (19,077) ત્રીજા સ્થાને છે. જો રૂટ 33 વર્ષનો છે. રોહિત શર્માની ઉંમર 37 વર્ષ છે. જો આ બંને ખેલાડીઓ 40 વર્ષની ઉંમર સુધી રમે તો કદાચ જો રૂટ માટે 27 હજાર રન બનાવવા શક્ય છે. પરંતુ ભારતના વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે તો આ કામ મુશ્કેલ જ લાગે છે.

ભારતીય વન-ડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 480 મેચ (ટેસ્ટ, ODI-T20) રમી છે. તેણે આ મેચોમાં 43.25ની એવરેજથી 19,077 રન બનાવ્યા છે. 27 હજાર રનના આંકડાને સ્પર્શવા માટે તેણે વધુ 7923 રન બનાવવા પડશે. રોહિત જ્યારથી ટીમ ઈન્ડિયાનો નિયમિત સભ્ય બન્યો છે ત્યારથી તે વાર્ષિક સરેરાશ 1500 થી 2000 રન બનાવી રહ્યો છે. જો રોહિત આ એવરેજથી રન બનાવશે તો પણ તેને 27 હજાર રન સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 4 વર્ષ લાગશે.એક્ટિવ ક્રિકેટર્સની વાત કરીએ તો વિરાટ કોહલી સિવાય એવો એક પણ બેટ્સમેન નથી જેણે 20,000 રન પણ બનાવ્યા હોય. સક્રિય ક્રિકેટરોમાં વિરાટ કોહલી પછી જો રૂટ (19,355) બીજા સ્થાને અને રોહિત શર્મા (19,077) ત્રીજા સ્થાને છે. જો રૂટ 33 વર્ષનો છે. રોહિત શર્માની ઉંમર 37 વર્ષ છે. જો આ બંને ખેલાડીઓ 40 વર્ષની ઉંમર સુધી રમે તો જો રૂટ માટે 27 હજાર રન બનાવવા શક્ય છે. રોહિત શર્મા માટે આ મુશ્કેલ કામ લાગે છે.

વિરાટ કોહલી ફિટનેસ પર પૂરતું ધ્યાન આપે છે. તેની રમત અને ફિટનેસ જોતાં તે હજુ આગામી વર્ષોમાં સારું એવું ક્રિકેટ રમી શકશે એવું લાગી રહ્યું છે. માટે વિરાટ કોહલી બહુ નજીકના સમયમાં જ 30 હજાર આંતરરાષ્ટ્રીય રનના આંકડાને પાર કરી દે તો નવાઈ નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *