અત્યાર સુધી પ્રેગ્નન્સી દરમ્યાન આલ્કોહોલનું સેવન બાળકોમાં અલગ-અલગ રોગોનું કેટલું જોખમ વધારે છે એવા અનેક અભ્યાસો થયા છે. તાજેતરમાં કેનેડાની સેન્ટર ફોર એડિકશન એન્ડ મેન્ટલ હેલ્થના રિસર્ચરોએ લગભગ ૧૨૭ અભ્યાસોનું વિશ્લેષણ કરીને તારવ્યું છે કે આલ્કોહોલનું સેવન કરતી મહિલાનાં બાળકોને લગભગ ૪૨૬ પ્રકારના રોગો થવાની શકયતા રહ. છે.
આ રોગોને ફોએટલ આલ્કોહોલ સ્પ્રેકટ્રમ ડિસઓર્ડર્સ ગણવામાં આવે છે. આ રોગોની અંદર શરીરની લગભગ તમામ વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા રોગોનો સમાવેશ છે. આલ્કોહોલને કારણે જન્મજાત ખોડખાંપણ, જન્મ પછી વિકસતા ડિસઓર્ડર્સ અને લાંબા ગાળે દેખાતા રોગો સ્વાસ્થ્યનાં તમામ પ્રકારનાં જોખમોને આવરી લેવાયાં છે.