કોન્સર્ટની ટિકિટના નામે લૂંટ! Diljit Dosanjh ફેન્સની માફી માંગી

Share:

Mumbai,તા.05

 પંજાબી સિંગર દિલજીત દોસાંજ ઇન્ટરનેશનલ સ્ટાર છે. ભારત અને વિદેશના લોકો દિલજીતની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. કેનેડા અને લંડનમાં જબરદસ્ત કોન્સર્ટ કર્યા બાદ દિલજીત હવે ભારતના અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરી રહ્યો છે. દિલ્હીમાં દમદાર શો કર્યા પછી, દિલજીતે દોસાંજે 3 નવેમ્બરની સાંજે જયપુરમાં ધૂમ મચાવી હતી.

દિલજીત દોસાંજે માફી માંગી

દિલજીતના કોન્સર્ટની જાહેરાત થતાંની સાથે જ મિનીટોમાં તેની ટિકિટો વેચાઈ જાય છે. આ દરમિયાન જયપુર કોન્સર્ટમાં, ઘણા ફેન્સ સાથે કૌભાંડ પણ થયું. હવે આ અંગે દિલજીત દોસાંજે તેના ફેનની માફી માંગી છે. 

જયપુરમાં કોન્સર્ટ દરમિયાન દિલજીતે કહ્યું, ‘ટિકિટને લઈને છેતરપિંડી થઈ હોવાથી હું માફી માંગુ છું. અમે આ નથી કર્યું. આ બાબતે એજન્સીઓ તપાસ કરી રહી છે. તમારે લોકોએ પણ આ લોકો (સ્કેમર્સ) થી દૂર રહેવું જોઈએ. અમારી ટિકિટ એટલી ઝડપથી વેચાઈ ગઈ કે અમને પણ ખબર નહોતી.’  

લોકો સાથે ટિકિટ નામે થઈ છેતરપિંડી

દિલજીત દોસાંજનો કોન્સર્ટ 26 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાયો હતો. આ કોન્સર્ટ લાઈવ થતાંની સાથે જ તેની ટિકિટો વેચાઈ ગઈ હતી. તમામ ટિકિટો વેચાઈ ગયા પછી પણ ચાહકો કોન્સર્ટ માટે ટિકિટ બુક કરવાનો રસ્તો શોધી રહ્યા હતા. આવી સ્થિતિમાં, એવા ઘણા અહેવાલ હતા કે લોકો દિલજીતના કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચી રહ્યા હતા. જેના કારણે અનેક લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી પણ થઈ રહી છે. કોન્સર્ટની ટિકિટના નામે લૂંટ થતા દિલજીત દોસાંજે ફેન્સની માંગી માફી હતી. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *