લીલી સાજડીયારી ગામે વિદેશી દારૂ ના કટીંગ 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
Rajkot,24
રાજકોટ તાલુકાના લીલી સાજડીયારી ગામે બે માસ પૂર્વે લાખોની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા સરધાર નજીક લીલી સાજડીયારી ગામની સીમમાં લાખા સંગ્રામ ધી નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની મળેલી વાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે તા.4/4/ 24 ના રોજ દરોડા પડી રૂપિયા 14.14 લાખની કિંમતનો વિદેશી દારૂ બિયર ના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન દારૂ ,બિયર, ટ્રક,બાઈક અને કાર મળી રૂપિયા 28 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દોઢ માસ બાદ બુટલેગર લાખા સંગ્રામ ને પોલીસે ઝડપી લીધો હતો. તપાસ પૂર્ણ થતા લાખા સંગ્રામને જેલ હવાલે કર્યો હતો. બાદ સેશનસ કોર્ટ દ્વારા લાખા સંગ્રામની જામીન અરજી ના મંજૂર થતા જે હુકમથી નારાજ થઈ લાખા સંગ્રામે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.જામીન અરજીમાં બચાવ પક્ષે એડવોકેટ બ્રીજ વિકાસ શેઠ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ગુનાના પ્રકાર અને આરોપી સામેના આક્ષેપોને જોતાં તેમને જામીન ઉપર છોડી મૂકવા જ ઉપયુક્ત છે. ગુનાની ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. કેસ પણ ચાલવા ઉપર આવી ગયો છે. ત્યારે આવા સંજોગોમાં લાખા ઘીયાડને રેગ્યુલર જામીન પર છોડવા જોઈએ. હાઇકોર્ટ દ્વારા બંને પક્ષોની તમામ દલીલોને ધ્યાને લઈ તેમજ રેકર્ડ પરના પુરાવાઓને ધ્યાને લઈ લાખા ઘીયાડને શરતોને આધીન જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલો હતો. આ કામમાં આરોપી લાખા સંગ્રામ ઘીયાડ વતી હાઈકોર્ટના એડવોકેટ બ્રીજ વિકાસ શેઠ , રાજકોટના યુવા એડવોકેટ ભાવેશ આર. બાંભવા અને હીતેશ વીરડા રોકાયેલા હતાં.