Morbi માં પ્રથમ પત્ની પાસે ન જવાનું કહેતાં બીજીને પતિએ ધોકાવી

Share:

પુત્રને દવા લઈ જવાના મામલે દંપતી બાખડ્યું : ઉશ્કેરાયેલા પતિએ માર મારતા પત્નીએ પોલીસ બોલાવી

Morbi,24
મોરબી શહેરના માળિયા ફાટક પાસે રહેતી પરિણીતાએ પતિને પ્રથમ પત્ની પાસે ન જવા અંગે કહેતાં માર માર્યો.પુત્રનો અધુરા માસે જન્મ હોય અને તેણીએ સિઝરિયન દ્વારા બાળકને જન્મ આપ્યો હોય જેથી કામ કરવા સક્ષમ ન હોવાથી પુત્રને સારવાર માટે લઈ જવા પતિને જણાવતા પતિને પત્નીને પાઇપ અને ઢીકા પાટુંનો માર મારતા મામલો થાણે પહોંચ્યો છે.
મોરબી શહેરના માળિયા ફાટક પાસે રહેતા સહેનાઝબેન મુસ્તાકભાઈ માણેક (ઉં.વ.33) નામની પરિણીતાને પતિ મુસ્તાકએ ઝઘડો કરી માર મારતા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સહેનાઝબેનએ જણાવ્યા અનુસાર,તેણીએ ૧૩ વર્ષ પૂર્વે પતિ મુસ્તાક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.તેના પતિ મુસ્તાકના આ બીજા લગ્ન છે તેની તેણીને જાણ ન હોય પરંતુ લગ્ન થઈ ચૂક્યા બાદ જાણ થતા તેણીએ લગ્ન તોડવા અંગે ન વિચારતા પતિ મુસ્તાક સાથે જીવન પસાર કરવાનું વિચાર્યું હોવાનું જણાવ્યું.આમ છતાં પતિ તેની પ્રથમ પત્ની હનીફા જે માળિયામાં જ રહે છે તેની સાથે પણ રહેતો હોય અને થોડા દિવસ ત્યાં તો થોડા દિવસ સહેનાઝ સાથે રહેતો હોવાનું જણાવ્યું.હાલ સહેનાઝબેનને સંતાનમાં બે પુત્ર હોય અને બીજા પુત્રનો જન્મ ચાર માસ પૂર્વે થયો હોય.જેનો જન્મ અધૂરા માસે થયો હોવાથી બાળક બીમાર હોય,જેથી તેને સારવાર અર્થે લઈ જવા અંગે પતિને કહેતાં પ્રથમ પત્ની પાસે ન જવાનું કહ્યું.જેથી ઉશ્કેરાયેલા પતિએ સહેનાઝને ઢોર માર માર્યો.આ ઉપરાંત સહેનાઝબહેનમાં જણાવ્યા મુજબ પતિ બાળક બીમાર હોવા છતાં આર્થિક મદદ ન કરતો હોય અને ઘરે આવીને માર મારતો હોય,તેણીને ઘરમાં આવકનું કોઈ સાધન કે માધ્યમ ન જણાતાં નજીકના પોલીસ મથકે જઈ પતિ વિરુદ્ધ ફરિયાદની તજવીજ કરી છે.પતિ છૂટક ડ્રાઇવિંગનું કામ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *