Mumbai,તા.30
કેદારનાથના દર્શન માટે સારા ફરી એક વખત પહોંચી હતી. કેદારનાથ મંદિરમાં દર્શન ઉપરાંત ખળ-ખળ વહેતી મંદાકિની નદી અને શિખરોના સાનિધ્યમાં સારાએ ધ્યાન કર્યું હતું.
સારાએ સાધુઓ સાથે સત્સંગનો લાભ પણ લીધો હતો. ચહેરો ઢાંકીને સારા કેદારનાથના બજારોમાં પણ ફરી હતી.
કેદારનાથમાં મળેલા આનંદને વ્યક્ત કરતાં સારાએ દરેકને ‘જય કેદારનાથ’ પાઠવ્યા હતા.