રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૨૯ સામે ૮૦૩૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૧૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૬૩ સામે ૨૪૪૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૮૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બુધવારે, કેન્દ્રીય બજેટ ૨૦૨૪ની રજૂઆતના એક દિવસ પછી, શેરબજારે બજેટ પર પ્રતિક્રિયા આપી અને ગેપ ડાઉન ઓપનિંગ પછી, બજાર દિવસભર નકારાત્મક રહ્યું. બેન્કિંગ સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. અર્નિંગ સિઝન ચાલી રહી છે, તેથી બજારમાં ઘણી બધી સ્ટોક સ્પેસિફિક ક્રિયા હતી.સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૧૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૨૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૮ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૪૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.શેરબજાર કોન્સોલિડેશન તબક્કામાં ટ્રેડ થઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં આકર્ષક તેજી સાથે રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી હતી.
શેરબજાર નેગેટીવ ઝોનમાં હોવા છતાં સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે રોકાણકારોની મૂડી રૂ.૩.૩૫લાખ કરોડ વધી હતી. આજે એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ઉપરાંત ટેલિકોમ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી હતી. જેના સથવારે માર્કેટમાં મોટો કડાકો અટક્યો છે. બીએસઈ ખાતે સેક્ટોરલ ઈન્ડેક્સમાં એનર્જી ઈન્ડેક્સ ૧.૬૦%,ટેલિકોમ્યુનિકેશન્સ ૧.૨૪%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૭%, ઓઈલ એન્ડ ગેસ ૧.૬૯%,પાવર ૧.૨૪% ઉછળ્યા છે.બીજી બાજુ બેન્કિંગ-ફાઈનાન્સિયલ શેર્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું.
આજના બજારમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ ૯%,એચડીએફસી લાઇફ ૪%ના વધારા સાથે ટોપ ગેઇનર હતી. ટેક મહિન્દ્રા ૩%,ભારત પેટ્રો ૨%,એનટીપીસી અને ટાટા મોટર્સમાં પણ ૨%નો ઉછાળો રહ્યો હતો.જયારે બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા ૨%,ટાટા કન્ઝ્યુમર અને એક્સિસ બેન્ક જેવા કાઉન્ટર્સના ટોપ લૂઝર્સમાં હતા.એચડીએફસી બેંક,આઈસીઆઈસીઆઈ બેંક,એક્સિસ બેંક અને બજાજ ટ્વિન્સમાં ૩% સુધીનો ઘટાડો સાથે સેન્સેક્સ લગભગ ૬૦૦ પોઈન્ટ ઘટ્યો, મિડકેપ ઈન્ડેક્સ પણ લગભગ ૧% વધ્યો.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૪ અને વધનારની સંખ્યા ૨૮૦૨ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડીવેરામાં વધારો કરવાની જાહેરાત કરતા રોકાણકારોને ઝાટકો વાગ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વર્તમાન ૧૦% થી વધારીને ૧૨.૫% અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પણ વર્તમાન ૧૫% થી વધારીને ૨૦% કરવાનો પ્રસ્તાવ મુકતા શેરબજારમાં ભારે તારાજી સર્જાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે.ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ બાદ સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાઈ શકે છે. વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધના અંદાજમાં ઘટાડો અને રાજકોષિય શિસ્તતા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતના રેટિંગ અપગ્રેડ માટેનો માર્ગ મોકળો કરશે. રિઝર્વ બેન્કના ઊંચા ડિવિડન્ડ રાજકોષિય મોરચે મોટી રાહત બની રહી હોવાનું માનવામાં આવે છે.રાજકોષિય શિસ્તતાની કટિબદ્ધતા આગળ જતા ભારતના રેટિંગ અપગ્રેડની શકયતાઓ વધારશે .
તા.૨૫ .૦૭.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૪.૦૭.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૫૦૫ પોઈન્ટ, ૨૪૫૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૨૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૪.૦૭.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૪૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૩૦૩ પોઈન્ટ થી ૫૧૦૮૮ પોઈન્ટ, ૫૧૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૯૮૮ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૦૩ થી રૂ.૩૦૨૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૬૬ થી રૂ.૧૭૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૩૦ ) :- રૂ.૧૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૮૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- સિપ્લા લીમીટેડ ( ૧૫૦૫ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૪ થી રૂ.૧૫૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ( ૮૫૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પીએસયુ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૬૩ થી રૂ.૮૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- સન ફાર્મા ( ૧૬૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૯૦ થી રૂ.૧૫૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- બાટા ઇન્ડિયા ( ૧૫૯૪ ) :- રૂ.૧૬૨૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૩૭ ) :-પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૧૪ થી રૂ.૧૨૦૨ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૨૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા મોટર્સ ( ૧૦૨૭ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૮૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.