બંગાળને મમતાના આતંકથી ૨૦૨૬માં આઝાદી મળશે : Union Home Minister

Share:

અમિત શાહે, આજે રવિવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ અભિયાનની શરૂઆત કરાવી

Kolkata, તા.૨૭

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વર્ષ ૨૦૨૬માં બંગાળમાં ભાજપની સરકાર બનશે અને બંગાળમાં ભારે બહુમતી સાથે ભાજપની સરકાર બનશે અને બંગાળને સોનાર બાંગ્લા બનાવવામાં આવશે.

તેમણે કહ્યું કે બંગાળને સામ્યવાદીઓ અને મમતાના આતંકથી મુક્ત કરાવવું પડશે. આ માટે ભાજપની સરકાર બનાવવી પડશે. આ સાથે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં ત્રીજી વખત મોદીજીની સરકાર બની છે. હરિયાણામાં પણ ત્રીજી વખત ભાજપની સરકાર બની છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કે બંગાળમાં ભાજપને થોડી ઓછી બેઠકો મળી. એક સમયે માત્ર બે બેઠકો લાવનાર પક્ષે, જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ દૂર કરવાનું કામ કર્યું છે. અમે એ પાર્ટી છીએ જે દેશ માટે કામ કરે છે, ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માટે નહીં. અમારો ઉદ્દેશ્ય બંગાળને ભાજપનો ગઢ બનાવવાનો છે.

અમિત શાહે કહ્યું કે તમામ રાજકીય પક્ષો જાતિના આધારે ચાલે છે, પરંતુ ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેનો સામાન્ય કાર્યકર પણ વડાપ્રધાન બની શકે છે.

અમિત શાહે કહ્યું કે જ્યારે લોકો ભાજપના સભ્ય બને છે, ત્યારે તેઓ આ દેશને મહાન બનાવવા અને દેશની રક્ષા કરવાના સંકલ્પ સાથે પોતાને સમર્પિત કરે છે. તેઓ પોતાની જાતને કરોડો લોકોના કલ્યાણ સાથે જોડે છે. ભારત માતાને વિશ્વ નેતા બનાવવાનો સંકલ્પ લો.

અમિત શાહે કહ્યું કે સંદેશખાલી, આરજી કારની ઘટનાઓ સાબિત કરે છે કે બંગાળમાં આપણી માતાઓ, બહેનો સુરક્ષિત નથી, બંગાળમાં રાજ્ય પ્રાયોજિત ઘૂસણખોરી, ભ્રષ્ટાચારને રોકવાનો એકમાત્ર રસ્તો ૨૦૨૬માં ભાજપને સરકાર બનાવવા માટે ચૂંટવાનો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *