Popular TV star couple ઈટલીમાં ચોરીની ઘટના બાદ દિવ્યાંકા-વિવેકની ’ઘર વાપસી’

Share:

Mumbai,તા.૧૫

લોકપ્રિય ટીવી સ્ટાર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા દુનિયાભરમાં ફરતા રહે છે. જોકે, તાજેતરમાં યુરોપના પ્રવાસ દરમિયાન તેમની સાથે લૂંટની ઘટના બની હતી. ઈટલીના ફ્લોરેન્સમાં આ કપલનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સહિતનો સમગ્ર સામાન ચોરાઈ ગયો હતો. આ પછી દિવ્યાંકા અને વિવેકે મદદ માટે વિનંતી કરી. હવે આ કપલ ભારતીય દૂતાવાસની મદદથી દેશ પરત ફરી રહ્યું છે.

દિવ્યાંકા અને વિવેકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો છે કે, ઈટલીમાં તેમની સાથે બનેલી લૂંટની ઘટના પછી તેઓ આખરે ભારત પરત ફરી રહ્યા છે. તેમણે તેમના પ્રેમ અને સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને ભારતીય દૂતાવાસ દ્વારા તેમની ’ઘર વાપસી’ શક્ય બનાવવા માટે આપવામાં આવેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો. એક તસવીર શેર કરતા દંપતીએ લખ્યું, “ટૂંક સમયમાં ભારત જઈ રહ્યાં છીએ. અમે તમારા જબરદસ્ત પ્રેમ અને સમર્થન માટે તમારો આભાર માનીએ છીએ. અમારી ’ઘર વાપસી’ શક્ય બનાવવા માટે ભારતીય દૂતાવાસનો ખૂબ ખૂબ આભાર.”

૧૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ, દિવ્યાંકા અને વિવેક સાથે ફ્લોરેન્સમાં લૂંટની ઘટના બની હતી અને તેમના પાસપોર્ટ, વોલેટ, પૈસા અને ખરીદીની વસ્તુઓ પણ ચોરાઈ ગઈ હતી. એક ઇન્ટરવ્યુમાં, વિવેકે આ ઘટના વિશે વિગતવાર વાત કરી, તેણે ખુલાસો કર્યો કે, તે શહેરમાં એક પ્રોપર્ટી જોવા ગયા હતા, તે દરમિયાન લૂંટારાઓએ તેનો સામાન ચોરી લીધો હતો.

વિવેકે કહ્યું, ’આ ઘટના સિવાય, આ સફરમાં બધું જ અદભુત હતું. અમે ફ્લોરેન્સ પહોંચ્યા અને એક દિવસ રોકાવાનું આયોજન કર્યું. અમે અમારા સ્ટે માટે સારી પ્રોપર્ટીની તપાસ કરવા ગયા હતા અને અમારો બધો સામાન બહાર પાર્ક કરેલી કારમાં મૂકી ગયા હતા. જોકે, જ્યારે અમે અમારો સામાન લેવા માટે પાછા ફર્યા, ત્યારે અમે જોઈને ચોંકી ગયા કે કારમાં તોડફોડ થઈ ગઈ હતી અને અમારા પાસપોર્ટ, વોલેટ, પૈસા, ખરીદીની વસ્તુઓ અને અમારી બધી કિંમતી વસ્તુઓ ગાયબ હતી. સદભાગ્યે તે અમારા કેટલાક જૂના કપડાં હતા ખાદ્ય પદાર્થો.”

વાતચીતમાં વિવેકે ઉલ્લેખ કર્યો કે, તેણે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ યોગ્ય પુરાવાના અભાવે, તેઓએ તેને મદદ કરવાનો ઇનકાર કર્યો. અભિનેતાએ વધુમાં કહ્યું કે, દેશના પોલીસ સ્ટેશન સાંજે ૬ વાગ્યે બંધ થઈ જાય છે, ત્યારબાદ તેઓ કોઈ મદદ કરતા નથી. આ સિવાય દંપતીએ એમ્બેસી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે દિવસે તે પહેલાથી જ બંધ થઈ ગયું હતું.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *