Vav બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળી

Share:

Palanpur,તા.૨૫

ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર કર્યુ છે. કોંગ્રેસ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપે હજુ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. કોંગ્રેસે ૪ ઉમેદવારો ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી રબારી, કે પી ગઢવી અને ભાવાજી ઠાકોરમાંથી કોઈ એકને ટિકિટ આપશે તેમ જણાઈ રહ્યું હતું ત્યારે આજે કોંગ્રેસ તરફથી સત્તાવાર નામની જાહેરાત થઈ છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભાની સીટ ખાલી પડી હતી, જેથી આગામી દિવસોમાં પેટાચૂંટણી કરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *