Bumrah captain અને સ્ટાર ગુજરાતી ખેલાડીની વાપસી! ટેસ્ટ સીરિઝમાં આવી હોઈ શકે છે ભારતની ટીમ

Share:

Mumbai,તા.24

ભારતીય ટીમ આગામી ટુર્નામેન્ટ રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ટીમ શ્રીલંકા સામે 3 મેચની વનડે અને T20 સીરિઝ રમશે. શ્રીલંકાનો પ્રવાસ પૂરો થયા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ અને 3 મેચની T-20 સીરિઝ રમશે. મનાઈ રહ્યું છે કે જસપ્રીત બુમરાહને ટેસ્ટ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારતીય ટીમથી ઘણાં સમયથી દૂર રહેલા મોહમ્મદ શમી અને ઈશાન કિશનનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં રમવાની તક મળી શકે છે.

બુમરાહ બની શકે છે કેપ્ટન

શ્રીલંકાના પ્રવાસ માટે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તેણે વર્ક લોડને મેનેજ કરવા માટે બોર્ડ પાસેથી રજા માંગી હતી. પરંતુ હવે બુમરાહ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં પાછો ફરી શકે છે. આ સિવાય તેને કેપ્ટનશીપની જવાબદારી પણ આપી શકાય છે. મીડિયા રfપોર્ટ અનુસાર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા આરામ લઈ શકે છે. આ સ્થિતિમાં ટીમનું નેતૃત્વ કરી શકે તેવો બુમરાહ સિવાય બીજો કોઈ વિકલ્પ જણાતો નથી. બુમરાહ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સતત શાનદાર દેખાવ કરી રહ્યો છે.

શમી, જાડેજા અને ઇશાન ટીમમાં પાછા ફરી શકે

બાંગ્લાદેશ સામેની ટુર્નામેન્ટ માટે મોહમ્મદ શમી, ઈશાન કિશન અને રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી નિશ્ચિત મનાઈ રહી છે. શમી ટેસ્ટ સીરિઝમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. 2023ના વર્લ્ડકપ બાદ શમીએ પગની સર્જરી કરાવી હતી. જેના કારણે તે ટીમથી દુર ચાલી રહ્યો છે. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને પુનરાગમન કરવા માટે તૈયાર છે. તેના સિવાય ઈશાન કિશનને પણ તક મળી શકે છે. ઈશાનને આ વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને તક આપવામાં આવી શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા પણ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં વાપસી કરી શકે છે. જાડેજાને શ્રીલંકા સામેની T20 અને વનડે સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છ

બાંગ્લાદેશ સામેની સંભવિત ભારતીય ટીમ: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *