Ram Charan ના માત્ર એક રોમેન્ટિક સોંગનું બજેટ ૨૦ કરોડ

Share:

આરઆરઆરની સફળતા પછી રામ ચરણ ગ્લોબલી જાણીતો ચહેરો બની ગયો છે, ત્યારે હવે તેની ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે

Mumbai, તા.૨૩

સાઉથ ઇન્ડિયન ફિલ્મોના ડિરેક્ટર શંકર વૈભવી અને ભવ્યાતિભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે, તેમની ફિલ્મો મોટા પડદે જોવી એ એક લ્હાવો હોય છે. તેમની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ પણ આવી જ હોવાની અપેક્ષાઓ છે, જેમાં રામ ચરણ અને કિઆરા અડવાણી લીડ રોલમાં છે. હવે આ ફિલ્મ વિશે એક મહત્વની અપડેટ અંગેના અહેવાલો આવી રહ્યા છે, જે મુજબ શંકરે માત્ર એક ગીત માટે લગભગ ૨૦ કરોડ જેટલો ખર્ચ કર્યો છે.આ એક એવું ગીત છે, જેમાં રામ ચરણ અને કિઆરાને મોટા પડદે રોમાન્સ કરતા જોવા એ એક અલગ અનુભવ હશે. આ ગીત અદભૂત સ્થળો પર શૂટ થયું છે, તેમજ તેના માટે ખાસ કોરિયોગ્રાફી અને સિનેમેટોગ્રાફીની પણ મદદ લેવામાં આવી છે. ડિરેક્ટર શંકરનો હેતુ આ ગીતથી દર્શકોને એક ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ કરાવવાનો છે. શંકર આ પહેલાં પણ આવા ભવ્ય ગીતો બનાવી ચૂક્યા છે અને તેઓ આ પ્રકારના ગીતો માટે જાણીતા છે, દર્શકોને તેમના આવા ગીતો ગમે પણ છે. જેમાં વૈભવી સેટ સાથે કોસ્ચ્યુમ્સ પણ જાજરમાન હોય છે, આમ ગીતને ભવ્ય બનાવવામાં તે કોઈ બાંધછોડ કરતા નથી. હવે ફરી એક વખત ‘ગેમ ચેન્જર’માં પણ તેઓ આ જ ફોર્મ્યુલા સાથે કામ કરી રહ્યા છે અને બની શકે કે આ ૨૦ કરોડનું ગીત ફિલ્મનો મહત્વનો ભાગ હોઈ શકે છે. આરઆરઆરની સફળતા પછી રામ ચરણ ગ્લોબલી જાણીતો ચહેરો બની ગયો છે. ત્યારે હવે તેની ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ઉત્તરાયણ દરમિયાન રિલીઝ થશે, ત્યારે મોટા બજેટ અને રામ ચરણની લોકપ્રિયતાને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહે તેવી દરેકની અપેક્ષા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *