Prabhas ને એક રાતમાં સવા લાખ બર્થ ડે વિશ મળી

Share:

કેસાઉથ સહિત સમગ્ર દેશમાં પ્રભાસની લોકપ્રિયતા કેટલી છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે

Mumbai, તા.૨૩

સાઉથ સહિત સમગ્ર દેશમાં પ્રભાસની લોકપ્રિયતા કેટલી છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પ્રભાસને તેના ફૅન્સ ‘ડાર્લિંગ’ કહીને બોલાવે છે. પ્રભાસનો બર્થ ડે ૨૩ ઓક્ટોબરે આવી રહ્યો છે ત્યારે તેના ફૅન્સ માટે જાણે ઉત્સવનો માહોલ બની રહ્યો છે. સાથે જ તેના જન્મ દિવસ નિમિત્તે તેની કેટલીક ફિલ્મો રી-રિલીઝ પણ થઈ રહી છે. સાથે જ પ્રભાસના ફૅન્સ દ્વારા એક એવો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન સિનેમામાં કોઈ ફૅન તેમના સુપર સ્ટાર માટે કેટલા ઉત્સાહિત હોઈ શકે, તે દર્શાવવા નવા રેકોડ્‌ર્ઝ આ પ્રસંગે બની રહ્યા છે, આમ પ્રભાસે ડિજિટલ ટ્રેન્ડનો નવો રેકોર્ડ બનાવ્યો છે.ફેન્ડેમિક દ્વારા એક ડિજીટલ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફૅન્સ તેમના ગમતા સ્ટારને પર્સનલી બર્થ ડે વિશ મોકલી શકે છે. ૨૦ તારીખે રાત્રે આ પ્લેટફર્મ પર વિશ મોકલવાનું શરૂ થઈ ગયું હતું અને કલાકોમાં જ સમગ્ર વિશ્વમાંથી પ્રભાસ માટે લગભગ ૧,૨૫,૦૦૦ શુભેચ્છાઓનો વરસાદ થઈ ગયો હતો. આ કેમ્પેઇનનું લક્ષ્ય દસ લાખ બર્થ ડે વિશ મેળવવાનું છે. જો એ સિદ્ધ થઈ જાય તો આ કોઈ પણ સુપર સ્ટારને મળેલી સૌથી વધુ વિશનો રેકોર્ડ બની જશે. હજુ પ્રભાસના બર્થ ડેના બે દિવસ બાકી છે. અપેક્ષા મુજબની વિશ આવી જાય તો ફૅન્સ માટે ડિજિટલ પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *