Aligarh તા.24
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU) ના કેમ્પસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 2 કર્મચારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ 2 હુમલાખોરોને સુરક્ષાકર્મીઓએ પકડી પાડ્યા હતા. ત્યારબાદ ઘાયલોને મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગોળીબારની ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસને જાણકારી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ
પોલીસને આ ઘટના વિશે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જે બાદ તે તરત જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ જેએનયુમાં ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને અંજામ આપનાર બદમાશ કેન્ટીન સંચાલક પાસેથી હપ્તો માગી રહ્યો હતો. જ્યારે સંચાલકે ના પાડી તો આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.